ગાંધીનગરઃ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સંસદમાં ગઇકાલ સોમવારે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. એટલે કે આ બજેટની એક પણ કોપી છાપવામાં આવી ન હતી. કેન્દ્ર સરકારનું અનુકરણ કરતા હવે ગુજરાત સરકાર પણ પેપરલેશ બજેટ રજૂ કરશે. એટલે ગુજરાતના બજેટની પણ એક પેપર કોપીનું પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં.
નોંધનિય છે કે, ગુજરાતનું નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ 3જી માર્ચ, 2021ના રોજ રજૂ થશે. આગામી 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ થનારુ બજેટ પણ પેપરલેશ હશે. જેમાં તમામ ધારાસભ્યોને પેન ડ્રાઇવમાં આ બજેટની કોપી આપવામાં આવશે. ફક્ત ખાસ પ્રસ્તાવ માટે બજેટની બુકલેટ ગૃહમાં રજૂ કરાશે.
ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટમાં ખર્ચ ઘટાડવા માટે નાણાં મંત્રાલયે આગામી નાણાંકીય વર્ષ 2021-22ના બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. આથી આ વખતે બજેટના દસ્તાવેજની એક પણ કોપીનુ પ્રિન્ટિંગ કરવામાં આવ્યુ અને તેથી તે ભારતીય અર્થતંત્રનું પ્રથમ પેપરલેસ બજેટ છે. પેપરલેસ બજેટથી સરકારને દર વર્ષે લાખો રૂપિયાની બચત થશે.