વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા.
ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્રો પહોંચતા કર્યા છે. તેની સાથે વાલીઓને તેમના સંતાનો વર્ગખંડની પરિક્ષા જેટલી જ ગંભીરતાથી ઘરમાં જ આ પ્રશ્નપત્રો લખવાનો પ્રયત્ન કરે, તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
પહેલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા શાળામાં આવતા હવે અમે પરીક્ષાને તેમના ઘેર પહોંચાડી છે. કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. વાજબી ભાવની દુકાનોમાંથી અનાજ વિતરણમાં મદદ કરી હતી.
પહેલા અને બીજા ધોરણમાં પરિક્ષા લેવાની નથી. જ્યારે 3 થી 8 માં ધોરણ સુધી પાત્ર વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. આ ધોરણના વિદ્યાર્થીઓને શાળા ચાલુ હતી ત્યારે વિષયો ભણાવવામાં આવ્યા હતા. જિલ્લામાં થી તાલુકા કક્ષાએ તા.1લી મે ના રોજ પહોંચતા કરવામાં આવ્યા હતા.
લોકડાઉનમાં શાળાઓ બંધ થતાં સ્ટડી ફ્રોમ હોમના પ્રયોગ હેઠળ ઓનલાઇન શિક્ષણ આપી કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે, પરિક્ષાનો મહાવરો થાય એ માટે આ જહેમત ઉઠાવી છે.