વલસાડ સહિત રાજ્ય માં સીમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીનો દ્વારા કાર્ટેલ કરી ભાવો માં અસહ્ય ભાવ વધારા ને લઈ રિયલ સેક્ટર માં નારાજગી નો માહોલ છે અને બિલ્ડરો એ મકાનો ની કિંમત માં ન છૂટકે 15 થી 20 ટકા ભાવ વધારો કરવાની ફરજ પડશે.હાલ માં રિયલ એસ્ટેટ ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે ત્યારે હવે રાજ્યના તમામ રિયલ એસ્ટેટ જૂથો એકજુથ થઈ કૃત્રિમ ભાવ વધારો કરનાર તેમજ માલ ની કૃત્રિમ અછત ઉભી કરનાર કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કરશે અને તેમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન પણ જોડાશે અને આવતી કાલે તા. ૧૨-૨-૨૦૧૧ના રોજ એક દિવસ માટે સાઈટ ઉપર કામકાજ સંપૂર્ણ રીતે બંધ રાખી સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા મટીરીયલ્સમાં અસહ્ય કૃત્રિમ ભાવ વધારા અંગે કરેલ કાર્ટેલના અનુસંધાને પ્રતિકાત્મક વિરોધ નોંધાવી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરનાર છે.
છેલ્લા કેટલાંક સમયથી સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવમાં થઈ રહેલા અસહ્ય વધારાને કારણે રાજયનો બાંધકામ વ્યવસાય લગભગ પડી ભાંગ્યો છે અને મંદી જોવા મળી રહી છે, હાલ માં રીયલ એસ્ટેટ સેકટર ઉપર ૨૫૦ થી વધુ નાના મોટાઉદ્યોગૉ નિર્ભર રહેલ છે અને ચાર કરોડ જેટલા વર્કર્સ ને રોજગારી પૂરી પાડે છે . રીયલ એસ્ટેટ સેકટર ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે મોટા પાયે સહભાગી રહેલું છે તેવા સંજોગોમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીનો શરા ઈન્ફાસ્ટ્રકચર અને આવાસ નિમણિ કાર્યો ઉપર રોક લગાવવાનો પ્રયાસ થઈ રહેલ છે જે ગેરવ્યાજબી છે અને સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી કરેલ ભાવ વધારા સામે પેનલ્ટી લગાવવાનો ઓર્ડર પણ થયેલ હતો . તાજેત્તરમાં CCI દ્વારા પણ સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ રચી કરવામાં આવેલ ભાવ વધારા અંગે તપાસ ચાલુ થઈ હતી અને મંત્રી નીતીન ગડકરી દ્વારા પણ સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારા અંગે પોતાની પ્રતિક્રિયા આપેલ હતી . ક્રેડાઈ નેશનલ દ્વારા પણ તા. ૧૮-૧૨-૨૦૨૦ના પત્રથી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ને પણ આ બાબતે હસ્તક્ષેપ કરી યોગ્ય નિકાલ લાવવા અંગે વિનંતી કરવામાં આવેલ છે . કોવિડ -૧૯ મહામારીના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર માઠી અસરો થવા પામી છે જેને રીવાઈવ કરવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવેલ છે . કોવિડ -૧૯ ના કારણે અર્થતંત્રની સ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો થયેલ નથી . આવા સંજોગોમાં અર્થતંત્રની સ્થિતિ નિયંત્રણમાં આવે અને ધંધા રોજગાર પુનઃ પૂર્વવત બને તે આવશ્યક છે
સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવ વધારા સાથે શોર્ટ સપ્લાયની નિતી અખત્યાર કરેલ છે પરિણામે પ્રોજેકટ કમ્પલીશનમાં પણ વિલંબ થઈ રહેલ છે જે દેશના વિકાસહિતની વિરૂધ્ધ છે . ગત માર્ચથી કોવિડ -૧૯ ની મામારીના કારણે રોજેકટની કોસ્ટમાં અતિશય વધારો થઈ રહેલ છે અને રો મટીરીયલ્સ સમયસર ના મળવાને લીધે સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અવારનવાર આ રીતે કાર્ટેલ કે શોર્ટ સપ્લાયના નામે કૃત્રિમરીતે ભાવવધારો કરી સમગ્ર ઈન્ડસ્ટ્રીને બાનમાં લેવાની જે પધ્ધતિ અખત્યાર કરેલ છે તે તદ્દન ખોટી છે અને તેના વિરોધમાં ક્રેડાઈ ગુજરાતે તેના રાજય કક્ષાના તમામ મેમ્બર એસોસીએશન સહિત , બીલ્ડર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા , એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ એન્જનીયર્સ , અમદાવાદ સેન્ટર તેમજ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસીએશન ની યોજાયેલ મીટીંગમાં નકકી થયા મુજબ તા . ૧૨-૨-૨૦૨૧ના રોજ એક દિવસ માટે સાઈટ ઉપર કામકાજ સંપૂર્ણ રીતે બંધ રાખી સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અખત્યાર કરવામાં આવેલી પધ્ધતિનો વિરોધ દર્શાવવામાં આવશે તેમજ બપોરે 12-00 કલાકે આ અંગે ક્રેડાઈ ગુજરાતના વિવિધ જિલ્લા ના પ્રતિનિધિઓ તથા અન્ય એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી કૃત્રિમ ભાવ વધારો તાત્કાલીક અસરથી પાછો ખેંચવા સહિત શોર્ટ સપ્લાય તાકીદે દુર કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતના ડેવલપર્સ મિત્રો દ્વારા રજુઆતો કરવામાં આવશે
Saturday, May 18