ગુજરાતના રામકથા ગ્રાઉન્ડમાં રાહુલ ગાંધી એ વિશાળ જનમેદનીને સંબોધી હતી.જય ભીમ અને જય સરદાર સાથે પ્રવાચનની શરૂઆત કરી હતી. રાહુલે તેમના સંબોધનમાં મોદી પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદીજી એ કહ્યું હતું કે “ખાતો નથી ખાવા દેતો નથી પણ હવે ખવડાવવાનું શરૂ કર્યું છે.
તેમણે ભાજપની સરકારને ઉદ્યોગપતિઓની સરકાર કહી હતી. તેણે કહ્યું હતું કે ભાજપે નેનો માટે જમીનો ખેડૂત પાસેથી લઈને આપી પણ કેટલી નેનો બજારમાં ફરે છે. ભાજપ પર વિશેષ પ્રહાર કરતા કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નિષ્ફળ થયું છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પહેલી વાર દરેક સમાજ આંદોલન કરે છે.ગુજરાતની જનતાને ખરીદી શકશે નહીં. હાર્દિક જીગ્નેશ અને અલ્પેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ શાંત રહેશે નહીં.
જીએસટીના મુદ્દે વિશેષ વાત કરતા કહ્યું હતું કે જીએસટી કૉંગ્રેસનો વિચાર છે. 28 % આપી લોકોને નુક્સાનીનો સામનો કરવો પડી રહ્યો છે.કૉંગ્રેસએ ભાજપને જીએસટીમાં 15 % રાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો પણ ભાજપે તેને ફગાવી દીધો હતો.જીએસટી એટલે ગબ્બર ટેક્ષ કહી બીજેપીના જીએસટી નીતિને વખોડી હતી.