૨૫ વર્ષની સોનીદેવી પ્રજાપતિએ લગ્નના સાત વર્ષે ફૂલ જેવા ત્રણ દીકરા અને એક દીકરીને જન્મ આપતાં તેમના પરિવારમાં ખુશીના લહેર ફરી વળી છે. પાંચ લાખ ડિલિવરીએ જ્વલ્લે જ એકસાથે ચાર બાળકોને જન્મ આપવાનો કિસ્સો બનતો હોય છે એમ જણાવીને હરિયા હૉસ્પિટલના ડૉ. રિતેશ શર્માએ કહ્યું હતું કે ‘ચારમાંથી ત્રણ દીકરાઓનું વજન ૧ કિલો ૨૦૦ ગ્રામની આસપાસ છે, જ્યારે છેલ્લે જન્મેલી દીકરીનું વજન ૬૦૦ ગ્રામ હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવી છે. ચારેય બાળક અને તેમની માતા સ્વસ્થ છે. આ મહિલા અમારી હૉસ્પિટલમાં પ્રેગ્નન્સીની તપાસ કરાવવા આવી હતી ત્યારે સોનોગ્રાફીમાં તેના ગર્ભમાં ચાર બાળકો હોવાની જાણ થઈ. તેની વિશેષ કાળજી રાખવામાં આવી હતી અને ગુરુવારે સવારે તેણે ચાર સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો.