દેશમાં કોરોનાની સ્થિતિને લઈને સૌ કોઈના ધાર્મિક અને સામાજિક પ્રસંગો અટકાઈ ગયા છે. વધતા જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે એપેડેમીક એકટનું કડક પણે પાલન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય વ્યક્તિને સામાજિક પ્રસંગનું આયોજન કરવું હોય તો સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે 100 વ્યક્તિઓને એકત્ર કરવાની છૂટ આપવામાં આવી છે અને જો તેનાથી વધુ લોકો એકત્ર થાય તો પોલીસ ફરિયાદ અને દંડ વસુલવામાં આવે છે.
ત્યારે ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતના પૌત્રીની સગાઈ પ્રસંગમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. જ્યાં ૬૦૦૦થી વધુ લોકો એકત્ર થયા અને એપેડેમીક એકટના ધજાગરા ઉડાડયા. સોનગઢનાં ડોસવાડા ગામમાં થયેલી કાયદાની એસીતેસીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
તંત્રની નિષફળતા છે કે સામાન્ય લોકો પાસે કડક ઉઘરાણી સાથે દંડ વસુલવામાં આવે છે. જ્યારે ભાજપના નેતા મસમોટા મેળાવડાનું આયોજન કરે છે. ત્યારે તંત્ર આંખ આડા કાન કરે છે, સરકારી તંત્રે ખરેખર કામગીરી કરવી હોય તો ભાજપના નેતાઓ પાસેથી દંડ વસુલવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે આ સમગ્ર મામલે તાપી પોલીસ ,કલેકટર સામે પણ ફરિયાદ દાખલ થવી જોઇએ.