ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે.
સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે. જેમાં શેરડીની સેન્દ્રિય ખેતી અંગે પ્રયોગો કરીને કેટલીક બાબતો શોધી કાઢી છે. તે પ્રયોગોના આધારે ખેડૂતોને પહેલી વખત વૈજ્ઞાનિક આધારે સંશોધન કરીને ભલામણ કરી છે. સેન્દ્રિય ખેતીમાં વધુ ઉત્પાદન અને સારું વળતર મેળવવા માટે શેરડીની 3 જાતો જાહેર કરી છે. ખાંડ માટે સીઓએન 05072, ગોળ માટેની જાત સીઓએન 05071 જાત તથા ગોળ માટે સીઓ 62175 જાતો વાવવી. આમ સેન્દ્રિય ખેતી માટે ઘણાં વર્ષોના અખતરા પછી આ ભલામણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટીની ડુંગરાળ જમીન સેન્દ્રિય ખેતી માટે શ્રેષ્ઠ છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે 2019 સુધી પ્રયોગો કરીને જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા ભલામણ કરી છે.
સેન્દ્રિય ખેતી શું છે
રસાયણો વગરની કુદરતી રીતે થતી ખેતી તે સેન્દ્રિય ખેતી છે.
કુદરત માટે અજાણ્યા એવ જીએમઓ, રાસાયણિક ખાતર, જંતુનાશકો, જીવાણુ કે પદાર્થોનો ઉપયોગ કરાતો નથી. સેન્દ્રિય ખેતી જમીન, વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય અને પૃથ્વીનું આરોગ્ય જળવાય એવી હોવી જોઈએ. ગુજરાતમાં 2015થી સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કરી છે. ભારતમાં 9 રાજ્યોએ સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કરી છે, જેમાં ગુજરાત, કેરળ,આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને નાગાલેન્ડ છે.
કયા જિલ્લામાં સેન્દ્રિય થઈ શકે
1 કરોડ હેક્ટર ખેતીની જમીન 47 ટકા ખેડૂતો પાસે છે. જે સરેરાશ 2.11 હેક્ટર એક ખેડૂત પાસે આવે છે. સેન્દ્રિય ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકો વપારા નથી. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઓછા વપરાશવાળા વિસ્તારો ડુંગરાળ છે. જે 57 ટકા જમીન ધરાવે છે.
રાજયનો પૂર્વ ભાગ જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જીલ્લા છે, જે સેન્દ્રિય ખેતી માટેનો સૌથી યોગ્ય વિસ્તાર છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીની ભલામણો
શેરડીની 120 સેમીના રોપણી અંતરે, બે આંખના ટુકડાને એસીટોબેક્ટર, પીએબી, કેએમબી જેવા બાયો ફર્ટીલાઈઝર તેમજ ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ જેવી બાયોપેસ્ટીસાઈડ દરેકનાં 0.5 ટકા દ્રાવણમાં 20 મીનીચ સુધી બોળીને રોપવા ભલામણ છે. પાયામાં 3.4 ટન નાડેપ કમ્પોસ્ટ અને 2.4 ટન વર્મીકમ્પોસ્ટ એક હેક્ટરે આપવું. રોપણીના 45 દિવસ પછી 3.3 ટન નાડેપ કમ્પોસ્ટ અને 2.4 ટન વર્મીકમ્પોસ્ટ એક હેક્ટરે આપવું. રોપણીના 90 દિવસ પછી 3.3 ટન નાડેપ કમ્પોસ્ટ અને 2.3 ટન વર્મીકમ્પોસ્ટ એક હેક્ટરે આપવું.
રોપણીના 30-45 દિવસ બાદ 0.5 ટકા એસીટોબેક્ટરના દ્રાવણનો છંટકાવ કરવો. રોપણી બાદ 900 લિટર જીવામૃત પિયત પાણી સાથે 3 સરખા હપ્તામાં 45, 90, 120 દિવસે એક હેક્ટરે આપવું.
5 કિલો અથવા લિટર પ્રતિ હેક્ટરે ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસને પાળા ચઢાવતી વખતે આપવું.
ખેડૂતો જો આટલું કરે તો ઉત્પાદનમાં ચોખ્ખો નફો એક હેક્ટરે રૂ.2.55 લાખથી 2.88 લાખ સુધી થઈ શકે છે. શેરડીની 3 જાતોમાં એક હેક્ટરે ખર્ચ રૂ.1.53 લાખ આવે છે. ખાંડ માટે સીઓએન 05072 જાતનું એક હેક્ટરે 141 કિલો મળે છે. ગોળ માટે સીઓએન 05071 જાતમાં 130.6 કિલો તથા ગોળ માટે સીઓ 62175 જાતમાં 134.8 કિલો ઉત્પાદન મળે છે.