નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેગામ ગામે સ્વાઇનફલુ રોગ સામે લોકોને રક્ષણ મળી રહે તેવા આશય સાથે દેગામ ગામના લોકો, શાળા અને મદ્રેસાના બાળકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. સરપંચ શાંતાબેન પટેલ, ડે.સરપંચ ધર્મેશભાઇ લાડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંકલના ર્ડા.અરૂણભાઇ સોનવણે, આરોગ્ય વિભાગના સહયોગ વડે ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.