સત્ય ડે ન્યૂઝ દ્વારા તારીખ 23/09/2021 ના રોજ ડાકોર નગરપાલિકા ચૂંટણી ને લઈ એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને જેમાં જણાવ્યું હતું કે ભાજપમાં થી સસ્પેન્ડ કરવામાં આવેલ સભ્યો ભાજપને પરેશાની કરી શકે છે અને સસ્પેન્ડેડ સભ્યો ના પરિવારના સભ્યો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આ અપક્ષ ઉમેદવારી ભાજપ ને સીટ ગુમાવવાનો વારો આવી શકે છે જે આજે પરિણામ આવતા જ સત્ય ડે ન્યૂઝ નો અહેવાલ સાચો પડ્યો છે અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી ભાજપ ને નુકસાન ભોગવવા નો વાળો આવ્યો છે.
ડાકોર નગરપાલિકાની ચૂંટણી ફરી એકવાર ઘેરા વિવાદમાં આવી ગઈ છે. ડાકોર નગરપાલિકામાં હકીકતમાં જો બે અપક્ષ તરીકે ઉમેદવાર ઊભા ન રહ્યા હોત તો ડાકોર નગરપાલિકા ભાજપ માટે બિન હરીફ થવાની હતી. પરંતુ લોકચર્ચા મુજબ યોગેન્દ્ર સિંહ પરમારના ઈશારે બે અપક્ષ ફોર્મ ભરતા ચૂંટણી રસપ્રદ બની ગઈ છે
ડાકોર નગરપાલિકા ના કેટલાક સભ્યોને પક્ષ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક એવી પણ ચર્ચા છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 2017 માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ત્યારબાદ 2018 નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં તેમણે પક્ષ વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું
આ સસ્પેન્ડ થયેલા સભ્યોમાંથી બે વ્યક્તિએ અપક્ષમાંથી દાવેદારી કરી છે લોકચર્ચા મુજબ આ દાવેદારી તેમણે પોતાની મરજીથી કરી નથી પરંતુ કોઈક ના ઇશારે કરવામાં આવી છે. એક એવી પણ ચર્ચા છે કે આ ઉમેદવારી રામસિંહ પરમાર ના દિકરા યોગેન્દ્રસિંહ ના ઈશારે થઈ રહી છે. તેમના કહેવાથી જ આ સસ્પેન્ડ સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે સસ્પેન્ડ થયા બાદ ભાજપમાં રહીને જ ભાજપના કેન્ડિડેટ ને હરાવવા માટે તેમણે અપક્ષમાં ઉમેદવારી કરી છે.
યોગેન્દ્રસિંહ સાથે જે આઠ સભ્યો છે તે એકબીજા સાથે જોડાયેલા છે. અપક્ષમાં ઉમેદવારી કરનાર મહિલા સભ્યો ના પ્રચાર પોસ્ટરમાં પણ તેમના પતિ તરીકે તેમના ફોટા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રીતે એમનો પણ પ્રચાર થઈ રહ્યો છે. અને આ પ્રચાર પોસ્ટર સોશિયલ મીડિયાથી લઈ અને બધે જ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
ભાજપ સામે ઉમેદવારી કરનાર આ લોકોને સહકાર આપવામાં ભૂતકાળમાં દારૂની બોટલ સાથે પકડાયેલા પૂજારી નો પણ સમાવેશ થાય છે
ઉમેદવારી નોંધાવનાર શીતલ પટેલના પતિ વિપુલ પટેલ સસ્પેન્ડેડ છે. એ જ રીતે ઝલક ખંભોળજા ના પતિ પાર્થ ખંભોળજા સસ્પેન્ડેડ છે. તે ઉપરાંત મમતા શાહના પતિ કેતન ગાંધી સસ્પેન્ડેડ છે.
ટૂંકમાં પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા આ સભ્યોએ પોતાની પત્ની ઓ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાજપ સામે મોરચો માંડયો છે.
ત્યારે હવે જોઈએ છીએ કે આગામી સમયમાં આવનાર ડાકોર નગરપાલિકાની ચૂંટણી કેવો રંગ લાવે છે
કેતન શાહ ની પત્ની વોર્ડ નંબર 4
પાર્થ ખમભોલજા
કમક્ષી ખમભોલજા વોર્ડ નંબર 4
અજય પટેલની પત્ની જ્યોત્સના પટેલ વોર્ડ નંબર 1