ઉત્તર ભારત માટે ટ્રેંનને કાયમી કરવાની માંગ કરી રહેલા ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિના સભ્યોને સાંસદ સી.આર.પાટીલે કોંગ્રેસીઓ કહ્યા હોવાના આરોપ થયા હતા…જેના વિરોધમાં ગત રોજ ભાજપ કાર્યલાય બહાર સાંસદ વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.તો ફરી આજ રોજ કાર્યાલય બહાર સાંસદ ના સમર્થનમાં પણ ભાજપી કાર્યકર્તાઓ સામે આવ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી.
ઉધના ભાજપ કાર્યાલય ખાતે મોટી અંખ્યામાં આજ રોજ ભાજપના કાર્યકરો એકઠા થયા હતા.એકઠા થયેલા કાર્યકરતાઓએ સાંસદ ના સમર્થમાં નારા બોલાવ્યા હતા.ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા સાંસદ સીઆર પાટીલ તેમજ વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી નું અપમાન કરવામાં આવ્યું હોવાની વાત કાર્યકર્તાઓએ કરી હતી….જેના વિરોધમાં આ આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.સાંસદ સી.આર.પાટીલ દ્વારા આવા કોઈ શબ્દનો ઉચ્ચાર ન કરવામાં આવ્યો હોવાની વાત કરાઈ હતી..જ્યા સાંસદ વિરુદ્ધ ખોટી રીતે સુત્રોચાર કરનાર કાર્યકર્તા સહિતના લોકો સામે પગલાં ભરાય તેવી માંગ ઉઠી હતી…