કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે .
એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સારવારમાં કંઈક ખામી છે . આ ખામી શોધીને દૂર કરવી અનિવાર્ય છે .
અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ અન્ય બિમારીઓની સારવાર નહી મળવાને કારણે વધી રહેલા મૃત્યુદરને અંકુશમાં લેવા સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલરૂમ બનાવી પરિસ્થિતિનું સીધું નિયંત્રણ મુખ્ય પ્રધાન કરે .