ખાદ્યતેલમાં ફરી વધારો થયો છે,માત્ર બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં ભાવ રૂ.150 વધી જતા રૂ.3 હજારને વટાવી ગયો છે.
ચીનમાં મોટાપાયે સિંગતેલની નિકાસ થતાં નવા ડબાનો ભાવ રૂ.100-150 વધ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે.
ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે તેવું કારણ આપવામાં આવી રહ્યું છે.
ઓઇલમિલરોનું કહેવું છે કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે.
હજુ પણ ભાવો વધે તેવી વાતો વચ્ચે 3200-3300નો ભાવ થવાની વાતો માર્કેટમાં ચાલી રહી છે.