સુરત : વિવિધ માગણીઓના સંદર્ભમાં સુરત ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહી છે. સુરત ૧૦૮ના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણી અને ન્યાય મેળવવા બે દિવસ અગાઉ હડતાલ પર ઉતર્યા હતા. દરમિયાનમાં બે કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કરતાં આ હડતાલે ગંભીર વળાંક લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહી છે
આ હડતાલમાં બનાસકાંઠા, પાલનપુર, પાટણ, મહેસાણા, વગેરે શહેરોના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળે છે. સુરતમાં ૧૦૮ના કર્મચારીઓના પરિવારજનોએ પણ બેનરો સાથે સૂત્રચાર કરી તેમની માંગ પૂરી કરવા જોરદાર રજૂઆત કરી હતી જયાં સુધી માગણી પૂરી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા ચીમકી આપી હતી.