સુરત,
ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે.
ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતની વાત કરીએ તો શહેરના અઠવા, નાનપુરા, કતારગામ અને વરાછા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
ભારે વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને થોડી રાહત થઇ છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, બીજી તરફ વરસાદને કારણે ખેડૂતો હવે ચોમાસાની સિઝનની નવી વાવણી શરૂ કરી શકશે.નોંધનિય છે કે હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.