હવે ઇલેકટ્રીક ટ્રેન દોડશે અને બ્રોડગેજનું કામ આગળ ધપશે
દેશભરમાં ટ્રેનોને વિજળીથી ચલાવવાનો ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે. જિલ્લામાં પણ પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર જતી બ્રોડગેજ લાઇનના વિજળીકરણનું કામ લગભગ પુર્ણ થઇ ગયુ છે. હવે આ ટ્રેક પર ઇલેકટ્રીક ટ્રેન દોડે તે દિવસો દુર નથી. તો બીજી તરફ ઢસા જેતલસર બ્રોડગેજ લાઇનનું કામ પણ વર્ષ 2021માં પુર્ણ થઇ જવાની આશા છે.કોરોનાએ અમરેલીની તમામ રેલ સુવિધા છીનવી લીધી છે.
મહુવા સુરત અને બાંદ્રા સુધીની ટ્રેન હજુ પણ બંધ છે. અમરેલીથી સોમનાથ અને જુનાગઢ જતી ટ્રેનો પણ ગત 25મી માર્ચથી બંધ છે. વર્ષ 2021માં આ ટ્રેનો ફરી દોડતી થઇ જશે. છેલ્લા 108 વર્ષથી અમરેલી જિલ્લામાં ટ્રેન સેવા કયારેય ઠપ્પ થઇ નથી. પ્રથમ વખત એકસાથે તમામ ટ્રેન સેવા છીનવાઇ ગઇ છે. પરંતુ હવે આ ટ્રેનો ફરી પાટાઓ પર દોડવા લાગશે.
ખાતમુહૂર્ત બાદ કામગીરી પુરજોશમાં
જિલ્લાને વર્ષ 2021મા સૌની યોજના પાઇપ લાઇન મારફત કેટલાક જળાશયોમાં પાણી મળતું થઇ જવાની આશા છે. ગત વર્ષે ચમારડીમાં આ યોજના હેઠળ ચમારડીમા નદીમાં પાણી છોડાયુ હતુ. આ ઉપરાંત ચાવંડમાં મુખ્યમંત્રીએ 600 કરોડથી વધુની યોજનાનું ખાતમુર્હત કર્યા બાદ નવા વર્ષમાં પુરજેશથી આ કામ આગળ ધપશે અને પાણી પ્રશ્ન હળવો થશે