ગાંધીનગર, 17 મે 2020
રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે આગામી 20 મે 2020થી નર્મદા નહેરના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે.
સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પાણી નંખાશે.
જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી 27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.
કુલ 115 બંધો સુધી પાણી લઈ જવા પાઈપલાઈન નાંખવાની હતી પણ 16 મે 2020માં સરકારે કહ્યું છે કે, 27 બંધો ભરાશે. આમ 88 બંધો સુધી કાંતો પાઈપલાન પહોંચી નથી અથવા તો સરકાર તેમાં પાણી લઈ જવા માંગતી નથી.
એક બંધ આસપાસ સરેરાશ 20 તળાવો આવે છે. તેથી સૌની યોજનામાં 2300 ચેકડેમ-તળાવોમાં પાણી ભરાવું જોઈતું હતું. પણ માંડ 547 ચેક ડેમ – તળાવોમાં પાણી ભરવાનું છે. જે રૂપાણી અને મોદીની નિષ્ફળતા સાબિત કરે છે.
ચારેય લીન્કના મળી આશરે 230 કિ.મી. લંબાઈની પાઈપલાઈન નર્મદા નહેરથી નાંખીને તેને મોટર દ્વારા પાણી લઈ જવાનું કામ માર્ચ 2014થી શરૂ કરવામાં આવેલું છે.
પૂર્વ મુખ્ય પ્રધાને ચૂંટણી જીતવા 2012માં આ યોજનાની જાહેરાત કરી હતી અને 2014ની લોકસભાની ચૂંટણી જીતવા તેનો અમલ 2014થી કર્યો હતો.
10.22 લાખ એકરમાં આ પાઈપલાઈનથી સિંચાઈ થવાની હતી. સિંચાઈનું પાણી આપવા સરકારે કોઈ જાહેરાત કરી નથી. માત્ર પિવાના પાણી માટે જાહેરાત કરી છે.
4 પાઈપ લાઈનનું પાણી ત્યારે જ લઈ શકાય છે જ્યારે ચોમાસું હોય અને નર્મદા બંધ ઓવર ફ્લો થઈને પાણી બગડતું હોય ત્યારે જ આ ડેમમાં પાણી લઈ શકાય છે. મતલબ કે માત્ર ચોમાસાના છેલ્લાં 1 મહિનામાં નર્મદા બંધ છલકાય ત્યારે જ પાણી લઈ શકાય છે. તે સિવાય પાણી વાપરવું તે આંતરરાજ્ય કરાર પ્રમાણે કાયદાનો ભંગ છે.
સૌરાષ્ટ્ર નર્મદા પાઈપ લાઈન સિંચાઇ યોજના
નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા 1126 કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લીન્ક ધ્વારા સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાની સૌની યોજના બની છે. જેમાં 10.22 લાખ એકરમાં સિંચાઈ થવાની હતી.
યોજના કેવી છે
લીન્ક- 1
મોરબી જિલ્લાના મચ્છુ-2 થી જામનગર જિલ્લાની સાની સુધીની લીન્ક : 1200 કયુસેકસની વહન ક્ષમતા ધરાવતી આ લીન્ક ધ્વારા રાજકોટ , મોરબી , દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ-30 બંધ- જળાશયો આવી છે. જેના દ્વારા 2.02 લાખ એકર જમીન પર સિંચાઈ નક્કી કરી છે. 57 કિલોમીટરની પાઈપલાઈન છે.
લીન્ક- 2
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 ડેમ થી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની 51 કિલો મીટર પાઈપલાઈનની લીન્ક : 1050 કયુસેકસ વહન ક્ષમતા ધરાવતી પાઈપલાઈન ધ્વારા ભાવનગર , બોટાદ, અમરેલી જિલ્લાના કુલ- 17 જળાશયોમાં પાણી ભરીને 2.74 લાખ એકર ખેતરોમાં સિંચાઈ કરવાનું ખર્ચ કર્યું છે. ૨,૭૪,૭૦૦ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ થશે. આ લીન્કમાં શરૂઆતની આશરે ૫૧.૨૮ કિ.મી માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
લીન્ક- 3
સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-1 સુધીની 66 કિલોમીટરની પાઈપલાઈનની લીન્ક : 1200 કયુસેકસ પાણી રાજકોટ , જામનગર , પોરબંદર ,દેવ ભુમિ દ્વારકા , મોરબી અને સુરેન્દ્રનગરના કુલ- 28 જળાશયો ભરવાના હોય છે. તેથી 2 લાખ એકર જમીન પર સિંચાઈ થાય છે.
લીન્ક- 4
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 ડેમથી જૂનાગઢ જિલ્લાના હીરણ-2 સિંચાઇ યોજના સુધીની 55 કિલોમીટરની પાઈપલાઈન લીન્ક : 1200 કયુસેકસ પાણીથી રાજકોટ , સુરેંદ્રનગર , જુનાગઢ , ગીર સોમનાથ , પોરબંદર , બોટાદ અને અમરેલી જિલ્લાના 40 જળાશયોમાં પાણી ભરવાનું હતું. જેનાથી 3.48 લાખ એકર ખેતરોને સિંચાઈ થવાની હતી.
આમ સૌની યોજના બનાવી પણ તેનો ઉપયોગ કરવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર અને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાં હોવાની આ વિગતોથી સાબિતી મળે છે.
કચ્છમાં ટપ્પર ડેમ ભરાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ તથા નર્મદા પાઈપલાઈનના 550 તળાવો ભરવા માટે 10,465 એમ.સી.એફ.ટી. પાણી છોડાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું.