રાજ્યમાં કમોસમી વરસાદ ચાલુ છે અને હજુ નવમી માર્ચ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે ત્યારે આજે પણ આગાહી મુજબ વરસાદ થઈ શકે છે.
બનાસકાંઠા,અમદાવાદ, તાપી,ડાંગ,વલસાડ,વડોદરા,સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર તેમજ વલસાડમાં વરસાદ પડ્યો છે
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પ્રેમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ તાપી નર્મદામાં 7 માર્ચે વરસાદ થશે. ,
8 માર્ચેબનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં કમોસમી વરસાદ થશે.
જ્યારે 9મી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
કમોસમી વરસાદ ક્યાં પાકને પહોંચાડશે નુકસાન
કમોસમી વરસાદ પડતાં રવિ પાકને પારવાર નુકસાન થઇ રહ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદને કારણે ઘઉં,ચણા,બટાટા,રાયડો,ધાણા,મેથી,ડુંગળી,વરિયાળી,કેરી,શાકભાજીને પારાવાર નુકસાન થઇ શકે છે.