સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વચ્ચે અનેક સ્થળે વરસાદ થયો છે ત્યારે ગડુ અને માળિયામાં આઠ ઈંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.
રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
ગડુ અને માળિયામાં 8 ઈંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. સાથેજ ગુજરાત માટે 3 દિવસ અતિ ભારે રહેશે પરિણામે અનેક લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે.
રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ છે ત્યારે કચ્છ, જામનગર અને દ્વારકા સહીત 15 અને 16 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.