કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે તેવા રુપિયા લઈ કોરોનાનો ઈલાજ કરે તે ચલાવી લેવાય નહી . આથી સરકારે સાલ , સ્ટર્લિંગ , નારાયણી , એચસીજી , એપોલો અને ઝાયડસ હોસ્પિટલને હસ્તગત કરવી જોઈએ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય ગંભીર બિમારીનો ઈલાજ થાય તેનો ખર્ચ સરકારે ઉપાડવો જોઈએ .
તમામ મોટી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનો તમામ ખર્ચ દર્દીઓને બદલે સરકારે ઉપાડવો જોઈએ. તેનો તાકીદે અમલ કરવો જોઈએ. કોરોના સિવાયની અન્ય ગંભીર બિમારીના ઈલાજના દર્દીઓને પણ ઉત્તમકક્ષાની સારવાર મળે તે સુનિશ્ચિત કરવુ જોઈએ . ગુજરાત સરકાર કોરોના મહામારી વખતે વિનામૂલ્ય ટેસ્ટીંગ વધે તેવી વ્યવસ્થા ઊભી કરે , દરેકખાનગી હોસ્પિટલોને પોતે હસ્તગત કરી તેમાં કોરોનાની વિનામૂલ્ય સારવાર આપે. કોરોના સિવાયની અન્ય ગંભીર બિમારીથી પીડાતા દરદીઓ નો ઈલાજ થાય તે જરૂરી છે .