રાજય સરકારના મહત્ત્વકાંક્ષી ફી નિયમન કાયદાને એક પછી એક શાળાઓ હાઇકોર્ટ સમક્ષ પડકાર ફેંકી રહી છે. જેથી આ મામલે સરકાર વર્સિસ શાળાઓ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે રાજયભરની ૯૦થી વધુ શાળાઓ હજુ સુધી સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ કરી ચુકી છે. જેમાં રાજય સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને સાથે સાથે આ શાળાઓને ફી માટેના પ્રસ્તાવની મુદત વધારીને ૧૫મી જૂન સુધીની પણ કરી આપવામાં આવી છે. સોમવારે પણ અમદાવાદ, સુરત અને મુંદ્રાની શાળાઓએ હાઇકોર્ટમાં રિટ કરીને સરકારના નિર્ણયને પડકાર્યો હતો. હાઇકોર્ટમાં હજુ બે અઠવાડિયા વેકેશન બેચ ચાલવાની છે, જે દરમિયાન નવી શાળાઓ અરજી કરી શકે તેમ છે. જેથી હવે સૌની નજર ૧૨મી જૂનના રોજ થનારી સુનાવણી પર મંડાઇ છે.
રાજય સરકારના ફી નિયમન કાયદાની બંધારણીયતાને મોટાભાગની શાળાઓ દ્વારા પડકારવામાં આવી છે. એક સરખી દાદ માંગતી આ તમામ રિટ પરની સુનાવણી આગામી મુદતે એકસાથે કરવામાં આવશે. મોટાભાગની રિટમાં એવો બંધારણીય મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે, ‘રાજય સરકારનો આ કાયદો સ્વનિર્ભર શાળાઓ દ્વારા લેવાતી ફીને ફિકસ કરે છે. એ ફી માટેનું નિયમન કે તેના પર કોઇ વ્યાજબી નિયંત્રણ મૂકતું નથી. તેવા સંજોગોમાં કાયદો શાળાઓની શાળા ચલાવવાના વ્યવસાયની સ્વાયત્ત્।તા અને મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. CBSE સંચાલિત શાળાઓને આ કાયદા હેઠળ આવરી લેવાનો વિષય રાજય સરકારની સત્તાની બહારનો હોવાથી તે ગેરબંધારણીય છે.‘
કેટલીક શાળાઓએ માત્ર ફી કમિટિ સમક્ષ ફી માટેનો પ્રસ્તાવ મૂકવાની મુદત વધારી આપવાની દાદ માંગી હતી. તેથી હાઇકોર્ટે આ શાળાઓને રાહત આપતા ફી માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની મુદત ૧૫મી જૂન સુધીની કરી આપી છે. (૨૧.૭)
હાઇકોર્ટમાં આવનારી રાજયની શાળાઓ
પ્રકાશ હાઇસ્કૂલ, સંત કબીર સ્કૂલ, સંત કબીર ઇન્ડિયન ઇન્ટ. સ્કૂલ, માય એપ્પલ સ્કૂલ, નવરચના વિદ્યા વિદ્યાલય, અંબે સ્કૂલ CBSE, તેજસ વિદ્યાલય, શૈશવ સ્કૂલ, ઇરા ઇન્ટ. સ્કૂલ, ધી બ્રાઇટ સ્કૂલ વાસણા, એવલોન વર્લ્ડ સ્કૂલ, સિલ્વર ઓક સ્કૂલ, જીવન સાધના, લિટલ ફલાવર, શ્રેયસ વિદ્યાલય, સ્ટેલા મેરીઝ સ્કૂલ, ઝેનીથ સ્કૂલ આનંદ વિદ્યા વિહાર, નવરચના સ્કૂલ, ભારતીય વિદ્યા ભવન્સ વી.એમ. પબ્લીક સ્કૂલ, અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, ન્યૂ ઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલ, અંબે સ્કૂલ CBSE, ડી.આર. અમીન મેમોરિઅલ સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ(હરની, ભરૂચ, આણંદ) પ્રાર્થના સ્કૂલ, પોદ્દાર વર્લ્ડ સ્કૂલ(ત્રણ બ્રાન્ચ) ઝેન સ્કૂલ, શાન્નેન સ્કૂલ CBSE, બ્રાઇટ ડે સ્કૂલ CBSE, નવરચના ઇન્ટ. સ્કૂલ, સત્યમેવ જયતે ઇન્ટ. સ્કૂલ, આનંદનિકેતન મણીનગર સ્કૂલ, ગજેરા ગ્લોબલ સ્કૂલ, ધી રોઝરી સ્કૂલ, નાલંદા ઇન્ટ. સ્કૂલ, બિલાબોંગ હાઇ ઇન્ટ. સ્કૂલ, માનવકેન્દ્ર એજયુ.