સાબરકાંઠા: જીલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ બાકી રહેતું વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રથમ રાઉન્ડમાં જ મોસમનો 25 ટકા એટલી કે 8 ઇંચ વરસાદ વરસી પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા 10 દિવસથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ મોસમનો 25% જેટલો વરસાદ વરસી ગયો છે. સતત 36 કલાકના વરસાદ બાદ પોરો ખાતા ખેડૂતોએ મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર ચાલુ કર્યું હતું.
સાબરકાંઠા જીલ્લામાં મોસમનો વરસાદ 855 મીમી નોંધાયો છે. જેમાં હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 28 ટકા અને સૌથી ઓછો તલોદમાં 16 ટકા વરસાદ નોંધાયો હતો.
પ્રથમ રાઉન્ડમાં સંતોષજનક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જોકે મંગળવારે હિંમતનગરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.