અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી સાંકડીશેરીમાં બપોરના અરસામાં વર્લ્ડ હેરિટેજ વર્ષો જુનો મકાન એકાએક ધરાશાયી થઇ જતા 3 લોકો સ્લેબ નીચે દટાયા હતા જેમાં એક વ્યકિતનું હોસ્પિટલ લઇ જતા દરમિયાન રસ્તમાજ મોત નિપજ્યુ હતું જયારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે
અમદાવાદના પોળ વિસ્તારમાં વર્ષો જુનો મકાનો આવેલા છે જો કે હજુ વરસાદ પણ નથી છતાય મકાન ધરાશાયી થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના માણેકચોક ખાતે આવેલી સાંકડી શેર વિસ્તારમાં એકાએક મકાન ધરાશાયી થતા અફરાતફરાની માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ ફાયરબ્રિગેડના કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ એમ્બયુલેન્સ પણ દોડી આવી હતી અને મકાનમાં ત્રણ લોકો હતા જેમાં મકાન ધરાશાયી થતા ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં ખીમજી ભાઇ નામના વુદ્ધ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમનુ અવસાન થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે જોકે અન્ય બે ગંભીર હાલત SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં મકાન જમીનદોસ્ત થઇ ચુક્યો છે અને વર્ષો જુનો મકાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે જો કે જુનુ મકાન હોવા છતા કોર્પોરેશન દ્રારા કોઇ પણ પ્રકારની નોટિસ ન આપી હોવાની સામે આવી રહ્યો છે ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે કોઇપણ પ્રકારને નોટિસ આપવાને કારણે આ પ્રકારની ઘટના બની છે અને એ વિસ્તારમાં હજુ એક મકાન ખૂબ જર્જરિત હાલતમાં છે.
સ્થાનિકો દ્રારા આ અંગે જણાવામાં આવ્યુ હતુ કે મકાના ધરાશાયી થઇની જાણ થતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જયા એક વુદ્ધ એંગલ પર લટકેલા હતા અને અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ લોહીલુહાણ હાલતમાં સૌ પ્રથમ ફાયરબ્રિગેડ અને એમ્બયુલેન્સને ઘટના જાણ કરાઇ હતી અને અમારા બનતા તમામ પ્રયાસો કરી પહેલા તમામ દટાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ હાથધરી હતી.