દેશમાં કુષ્ણાજન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે રાત્રે 12 વાગ્યે કુષ્ણ ભગવાનના જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નાદ સાથે સમ્રગ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, શહેરની જુદી-જુદી સોસાયટીઓ, મહોલ્લામાં કુષ્ણજન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન અમદાવાદ મટકી ફોડ કાર્યક્રમમાં એક દુર્ધટના પ્રકાશમાં આવી છે

અમદાવાદના પૂર્વમાં આવેલા દરિયાપુર હનુમાનપોળ વિસ્તારમાં સ્થાનિકો દ્રારા મટકી ફોડ કાર્યક્રમમાં રાખવામા આવ્યુ હતુ જે દરમિયાન મટકી ફોડ કાર્યક્રમાં મટકી ફોડતા સમયે ચૂૂબતરો અને દિવાલ ધરાશાયી થઇ જતા 15 વર્ષીય કિશોર જમીન પર પટકાયો હતો જયાં ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાતા કિશોરનું મોત નિપજ્યુ હતું જેને લઇ સમ્રગ વિસ્તારમાં ઘટના બાદ આનંદનું માહોલ માતમમાં ફેરવાયુ હતુ કુષ્ણાજન્મોત્સવ આનંદના સમયે પરિવાર આભ ફાટી પડ્યો હતો