ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેતર બે જિલ્લામાં સૌથી વધું થઈ રહ્યું છે.
ગુજરાતમાં 10 વર્ષમાં શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં મોટી ઉથલપાથલ થઈ નથી. 10 વર્ષ પહેલા 2008-09માં 3.95 લાખ હેક્ટરમાં 68 લાખ ટન શાક પાકતું હતું. સૌથી વધું 57 હજાર હેક્ટરમાં 13 લાખ ટન શાકભાજી બનાસકાંઠામાં પાકતું હતું.
આજે 2018-19માં 6.26 લાખ હેક્ટરમાં 1.25 કરોડ ટન શાકભાજી થાય છે. 10 વર્ષમાં બે ગણું ઉત્પાદન શાક અને ભાજીમાં થવા લાગ્યું છે. જેમાં બનાસકાંઠામાં 95 હજાર હેક્ટરમાં 25 લાખ ટન શાકભાજી થાય છે. આજે આખા ગુજરાતના 20 ટકા અને આખા સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 23 લાખ ટન જેટલું શાક પાકે છે એટલું શાક માત્ર બનાસકાંઠા એકલામાં પેદા થાય છે.
તેનું કારણ એ પણ છે કે બટાટાનું અહીં પહેલેથી જ ઉત્પાદન વઘું થાય છે. 2008-09માં 28 હજાર હેક્ટરમાં 7.84 લાખ ટન બટાટા પાકેલા હતા. 2018-19માં 68 હજાર હેક્ટરમાં 20 લાખ ટન બટાકા પાકે છે. આમ 25 લાખ ટનમાં શાકભાજી તો 5 લાખ ટન જ પાકે છે. બીજા નંબર પર ભાવનગરમાં 2008-09માં 38 હજાર હેક્ટરમાં 9.30 લાખ ટન શાક પાકતું હતું જેમાં ડુંગળીનું વાવેતર સૌથી વધું રહેતું આવ્યું છે. 30 હજાર હેક્ટરમાં 7.83 લાખ ટન ડૂંગળી પાકી હતી. જે ગુજરાતના કુલ 58 હજાર હેક્ટરના 49 ટકા જેવી હતી. 2018-19માં રાજ્યમાં 44 હજાર હેક્ટરમાં 11 લાખ ટન ડૂંગળી થઈ તેમાં ભાવનગરમાં 26 હજાર હેક્ટરમાં 6.58 લાખ ટન ડૂંગળી થઈ હતી.
આ કારણસર આ બન્ને જિલ્લા શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં આગળ છે. 10 વર્ષથી તેમની મોનોપોલી બીજા કોઈ જિલ્લા તોડી શક્યા નથી.