ગુજરાતમાં ભાજપના નવા શહેર અને જિલ્લા પ્રમુખોની યાદીની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે કોંગ્રેસે 10 મહિલા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ અલકા લાંબાની મંજૂરી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના મહિલા મોરચાના 10 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસે છે. ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મર છે.
ક્યા જિલ્લામાં કોણ બન્યા પ્રમુખ?
ક્રમાંક | નામ | શહેર-જિલ્લા | સંસદીય વિસ્તાર | વિધાનસભા |
1 | જયશ્રી શાહ | અમદાવાદ જિલ્લા પ્રમુખ | અમદાવાદ પશ્ચિમ | દરિયાપુર |
2 | રાધાસિંહ ચૌધરી | કચ્છ જિલ્લા પ્રમુખ | કચ્છ | ગાંધીધામ |
3 | જયાબેન ઠાકોર | પાટણ જિલ્લા પ્રમુખ | પાટણ | રાધનપુર |
4 | સુધાબેન ચૌહાણ | ખેડા જિલ્લા પ્રમુખ | ખેડા | મહેમાદાબાદ |
5 | ગીતાબેન પરમાર | થરાદ જિલ્લા પ્રમુખ | બનાસકાંઠા | થરાદ |
6 | ડો.મેઘા પટેલ | મહેસાણા જિલ્લા પ્રમુખ | મહેસાણા | મહેસાણા |
7 | દર્શના જોશી | ભાવનગર જિલ્લા પ્રમુખ | ભાવનગર | ભાવનગર પૂર્વ |
8 | ટીનાબેન ચૌધરી | તાપી જિલ્લા પ્રમુખ | બારડોલી | માંડવી |
9 | દિપ્તીબેન સોલંકી | રાજકોટ જિલ્લા પ્રમુખ | રાજકોટ | રાજકોટ પૂર્વ |
10 | નીતુ રાજપુત | સુરત જિલ્લા પ્રમુખ | સુરત | સુરત પશ્ચિમ |
લાંબા ગાળે પ્રમુખ બન્યા હતા લાંબા
49 વર્ષીય અલકા લાંબાને ગયા વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસ દ્વારા ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. લાંબા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સીએમ આતિશી છે.
ભાજપે રમેશ વિધુરીને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે એવા સમયે મહિલા કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરી જ્યારે રાજ્યમાં થોડા મહિનામાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની અપેક્ષા છે. યાદીમાં સામેલ અનેક મહિ્લા પ્રમુખોને અલકા લાંબાએ બીજા કાર્યકાળ માટે પુનરાવર્તિત કર્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 13 થઈ ગઈ છે.