કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં ઉંમરનું કોઇ બાંધછોડ હોતી નથી. માણસને કોઇ પણ ઉંમરે કોઇ પણ ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. આવી એક ઘટના ઘોર કળિયુગમાં અમદાવાદમાં નોંધાઇ છે. અમદાવાદની 13 વર્ષના પુત્રની માતાને એક 19 વર્ષના કિશોર સાથે પ્રેમ પાંગર્યો છે, અને આ 34 વર્ષીય મહિલા 19 વર્ષીય યુવાનને લગ્ન માટે દબાણ કરી રહી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 34 વર્ષીય મહિલાએ સગીર યુવાનને ધમકી આપી છે કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને તારી હત્યા કરી નાખીશ.
34 વર્ષીય મહિલાએ જ્યારે 19 વર્ષના યુવાન સાથે લગ્ન માટે દબાણ કરવા લાગી હતી. પરંતુ નાની વયનો યુવાન એકનો બે થયો નહોતો, ત્યારે પ્રેમમાં પાગલ મહિલાએ ધમકી આપતા જણાવ્યું કે, તું તારા પિતાનાં ઘરે કે બીજી જગ્યાએ ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું અને હું તને ઉપાડી જઇશ. હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ. જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાંખીશ.
મહિલાની ધમકી બાદ 19 વર્ષીય યુવાન ગભરાઇ ગયો હતો, અને તેને પરિવારજનોને આ વાતની જાણ કરી હતી. બાદમાં આ કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસને યુવકના ફોનમાંથી અનેક પુરાવાઓ મળ્યા છે. આ ઉપરાંત યુવકનાં મોબાઇલમાં મહિલાનાં અનેક વીડિયો છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.