અમદાવાદ ગ્રામ્ય DEO કચેરી હસ્તક આવતી થલતેજની યુરો સ્કૂલ સામે FRC કરતા વધુ લીધી હોવાની ફરિયાદ થઈ હતી. ત્યારે FRCએ ગ્રામ્ય DEOને સ્કૂલ સામે તપાસ સોંપવા આદેશ કર્યો હતો. જેમાં સ્કૂલે તપાસમાં સહકાર ના આપ્યો હોવાના બહાને 5 લાખના દંડની DEOએ FRCને ભલામણ કરી છે, જ્યારે અન્ય સ્કૂલોની તપાસમાં DEO કાર્યવાહીની જગ્યાએ વાલી અને સ્કૂલ વચ્ચે સમાધાન કરાવે છે, જેને લઈને DEOની કામગીરી શંકામાં છે.
થલતેજ વિસ્તારમાં આવેલી યુરો સ્કૂલે FRCએ ફાઇનલ કરેલી ફી કરતા વધુ ફી લેવા,માં આવી છે .જે અંગે ફરિયાદ મળતાં FRCએ અમદાવાદ ગ્રામ્ય DEOને સ્કૂલ સામે તપાસના આદેશ આપ્યા હતા. જેથી ગ્રામ્ય DEO આર.આર.વ્યાસ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ સ્કૂલે તપાસમાં સહકાર ના આપતા DEOને FRCને સ્કૂલને 5 લાખ દંડ ફટકારવા ભલામણ કરી હતી.બીજી સ્કૂલોની પણ ફી વધારાની DEO ફરિયાદ મળતી હોય છેગ્રામ્ય DEOએ સ્કૂલે તપાસમાં સહકાર ન મળતા હોવાનું કહીને સ્કૂલને 5 લાખ દંડ ફટકારવા ભલામણ કરી હતી. ગ્રામ્ય DEOને બીજી પણ સ્કૂલોની ફી વધારા મામલે ફરિયાદ મળે છે, પરંતુ તેવી સ્કૂલોમાં તપાસ કરીને કાર્યવાહી કરવાની જગ્યાએ ગ્રામ્ય DEO સ્કૂલ અને વાલી વચ્ચે સમાધાન કરાવે છે. ત્યારે સ્કૂલોને છાવરતા ગ્રામ્ય DEO આર.આર.વ્યાસને અન્ય સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં રસ નથી.