Vansda બેડમાળના ૫૦૦ રેશન કાર્ડ ધારકોએ દર મહિને કણધા સહકારી મંડળીમાં અનાજ મેળવા માટે જંગ જીતવી પડે છે કારણ કે ઘણા કુટુંબો સસ્તા અનાજથી પોતાનું ઘર ચલાવે છે.
Vansda તાલુકાના બેડકમાળ ગામની સરતા અનાજ કરિયાણાની દુકાન વર્ષોથી કણધા ગામે આવેલ સહકારી મંડળી સાથે વર્ષોથી ચાલતી આવેલ છે. બેડમાળ ગામથી કણધા ગામની સહકારી મંડળી આશરે ૫. કીલોમીટર દુર આવેલ હોવાથી તાલુકાની ગરીબ જરૂરિયાતમંદ આદિવાસી જનતાને સરકારી વ્યાજબી ભાવની દુકાનોમા અપાતુ સસ્તુ અનાજ મોંઘુ પડી રહ્યું છે.
કારણ કે બેડમાળ ગામના લોકોની કઠણાઇ એ છે કે સસ્તા અનાજની દુકાન ગામથી ૫ કિમી દુર કણધા ગામે આવેલ હોવાથી અનાજ લેવા માટે અહી પણ લાંબી લાઇનો લાગતી હોવાથી મજૂર વર્ગના ગરીબ લોકો હેરાન પરેશાન થઇ જાય છે. એકના એક કાર્ડ ધારકને દર મહીને ત્રણ ચાર ધક્કા ખાવા પડતા હોવાથી સસ્તુ અનાજ ગરીબ લોકોને મોંઘુ પડી રહ્યું છે.
લોકો સસ્તા અનાજની દુકાને જયારે અનાજ ખરીદવા જાય છે ત્યારે અનેક ગ્રાહકો ઘણી વખત સાંજ સુધી બેસી રહેવું પડતું હોય છે.જોકે અનાજનો જથ્થો ખૂટી જતો હોવાના કારણે દુકાનદાર દ્વારા ગ્રાહકને ઘરે પરત ધકેલવામા આવતા હોવાથી ઘણી વખત દુકાનદારો સાથે ઘર્ષણ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના બેડકમાળ ગામની સરતા અનાજ કરિયાણાની દુકાન વર્ષોથી કણધા ગામે આવેલ સહકારી મંડળી સાથે વર્ષોથી ચાલતી આવેલ છે. કણધા ગામ બેડમાળથી આશરે ૫. કીલોમીટર દુર આવેલ હોવાથી ગામના ૫૦૦ જેટલા રેશનકાર્ડ ધારકોને અનાજ લેવા માટે બેથી ત્રણ દિવસ ધક્કા ખાવા બાદ પણ અનાજ મળતું નહિ હોવાના કારણે આજની મોઘવારીમાં સસ્તું અનાજ લેવા માટે લાઈનમા ઉભું રહેવું પડતું હોવાથી કાર્ડ ધારકોએ ફરજીયાત બે ત્રણ દિવસ બગાડીને અહીં મજુર વર્ગના ગરીબ લોકો દિવસભરની માંડ ૨૦૦ રૂપિયા મજુરી પાડી હેરાન થઇ રહ્યા છે. તેવામાં સસ્તું અનાજ લેવા માટે પણ રોજગારી પડતી મુકી ભાડા ખર્ચી લોકો અહી પહોંચે ત્યારે અહી પણ કલાકો સુધી લાઇનમા ઉભા રહેવુ પડે છે. અહી મહિલાઓને પણ લાઇનમા ઉભા રહી હાડમારી વેઠવી પડે છે.
બેડમાળ ગામની આ દશા છે. ઘણા ગરીબ આદિવાસીઓ ચાર થી પાંચ કિલોમીટર દૂર આ અનાજ લેવા કણધા જાય છે તેઓને આખો દિવસ માથે પડે છે સસ્તા દરનું અનાજ મેળવવા પ્રજાને મુશ્કેલી પડે છે .એ અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવું જોઈએ ઘર આંગણે જ પ્રજાને લાભ મળે તેવી વ્યવસ્થા કરવી ખૂબ જરૃરી છે. એવું કેહવું છે બેડમાળ ગામના માજી સરપંચ દેવજી ભાઈ ઝેડ દેશમુખ નું.
કઠણાઇ એ વાતની છે કે પ્રશ્ન એક વખતનો નથી. આ પ્રશ્ન દર મહિને ઉભો થાય છે અને જરૂરીયાતમંદ લોકોને સસ્તુ અનાજ મેળવવુ હોય તો દર મહિને કણધા ગામની સહકારી મંડળીનો ધક્કો ખાવો પડતો હોવાથી સરપંચ અને આગેવાનો દ્વારા પણ અગાઉ બેડમાળ ગામને અલગ દુકાનની ફાળવી આપવા માટે પુરવઠા મામલતદારને લેખિત રજુઆતો થઇ ચુકી છે તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.