સુરત અને મુંબઈને જોડતી 73 વર્ષની થયેલી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન હવે નવા રંગ રૂપ સાથે ફરી શરૂ થઈ ગઈ છે.
રેલવે વિભાગ દ્વારા નવી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં પાસ હોલ્ડરોમાં ખુશી વ્યાપી ગઈ છે તેઓ ભાવ વિભોર બન્યા હતા.
કોરોના મહામારી દરમિયાન આ ટ્રેન બંધ કરવામાં આવી હતી ત્યારબાદ રેલવેમાં અપડાઉન કરતા યાત્રીઓ માટે આ ટ્રેન વિશેષ મહત્વ ધરાવે છે અને રોજિંદા વ્યવહારમાં એક આત્મીય સ્થાન ઉભું કર્યું છે જે જાણે વર્ષોથી જીવન સાથે વણાઈ ગઈ છે પરિણામે મુસાફરોની ડીમાન્ડ વધતા આ વાતને ધ્યાને લઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેનને નવા રૂપરંગ આપી ફરી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શનાબેનના હસ્તે મુંબઈથી ટ્રેનને લીલી ઝંડી આપી ટ્રેનની શરૂઆત કરાવવામાં આવી છે. સાથે રાજ્ય રેલ મંત્રી દર્શનાબેને પણ ટ્રેનમાં યાત્રા કરી યાત્રા માણી હતી.
હવેથી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન ડબલ ડેકરની જગ્યાએ ન્યુ LHBના કોચ સાથે શરૂ કરવામાં આવી છે.
ન્યુ LHB કોચ સાથે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસની સ્પીડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તમામ પ્રકારની સુવિધાઓને ધ્યાને લેવામાં આવી છે. જેમાં સફાઈ, સુરક્ષા સહિતની તમામ ફેસિલિટી યાત્રીઓ માટે આપવામાં આવી રહી છે. કોરોના મહામારી બાદ ફ્લાઈંગ રાણી નવા રંગ અને LHB કોચ સાથે શરૂ કરવામાં આવતા અપડાઉન કરતા પાસ હોલ્ડરોને માટે પણ ખુશીની લહેર જોવા મળી હતી. વલસાડ રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું