આ વાત ગુજરાતના તારાપુર શહેરની છે અને 77 વર્ષની જૈફ વયે પહોંચેલા ‘દાદા’ને નાની ઉંમરના યુવાનો સાથે શારીરિક સંબંધો બનાવવામાં મજા આવતી હતી પણ પર પ્રાંતિય 18 વર્ષના છોકરા સાથે મજા કરવા જતાં મોત મળ્યું હોવાનો કિસ્સો તારાપુર ટાઉનમાં ભારે ચર્ચામાં છે.
આ મર્ડર કેસ ઉકેલવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.
તારાપુરમાં એક વૃદ્ધની તેમના ઘરના પહેલાં માળે લાશ મળી આવે છે, ગળા પર છરીના પાંચથી છ ઊંડા ઘા વાગેલા હતા. આખો રૂમ લોહીથી ખરડાયેલો હતો.
રૂમમાં જે સ્થિતિ હતી જે જોતા લાગતું હતું કે હત્યા પહેલાં ઝપાઝપી થઈ હશે.
પોલીસમાં મુંઝવણ હતું કે આખરે, 77 વર્ષના વૃદ્ધ સાથે એવું તો શું બન્યું હશે કે કોઈ આવી રીતે હત્યા કરી નાખે? હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે સૌ પ્રથમ પરિવાર પાસેથી પ્રાથમિક જાણકારી મેળવી કે મૃતક વૃદ્ધના પત્ની નું 25 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું છે.
વૃદ્ધ તારાપુરમાં લોખંડના પલંગ અને પ્લાસ્ટિકના બેરલ જેવી વસ્તુઓની દુકાન ચલાવતા હતા અને તેઓને કોઈની સાથે અણબનાવ કે દુશ્મની પણ ન હતી.
વૃદ્ધની જ્યાં હત્યા થઈ, ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેમની દુકાન હતી. પહેલા માળે દુકાનના માલ-સામાનનો સ્ટોક રાખતા હતા. આ જ જગ્યાએ વૃદ્ધનું મર્ડર થયું હતું.
તારાપુર પોલીસની મુંઝવણ એ હતી કે 77 વર્ષના વૃદ્ધની કોઈ શા માટે હત્યા કરે? આ કેસમાં પોલીસે અલગ-અલગ એંગલ તપાસ્યા કે જેમાં મૃતક સાથે લૂંટ થઈ છે કેમ? તેઓ વ્યાજે પૈસા આપવાનું પણ કામ કરતા હતા, એ બાબતે કોઈ સાથે બબાલ થઈ છે કે કેમ? પણ તેમાં કોઈ કડી મળતી ન હતી.
ત્યારબાદ આ કેસમાં તપાસ કરવા લોકલ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની બે ટીમ જ્યારે તારાપુર પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી જેમાં આસપાસના CCTV કેમેરા તપાસવાનું શરૂ કર્યું.
વૃદ્ધની હત્યાના સમયગાળાના સમયના CCTV ચેક કરવાનું શરુ કર્યું જેમાં કુલ બે જગ્યાના ફૂટેજ મળ્યા. ‘હત્યા જ્યાં થઈ તેની નજીક એક ડેરી આવેલી છે ત્યાંના CCTV ફૂટેજ તેમજ નજીકમાં એક દવાખાનું છે, તેના પણ CCTV ચેક કરતા’CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક આવતો દેખાયો. થોડીવાર પછી જતો જોવા મળે છે. આ યુવક જ્યારે આવે છે ત્યારે તેના હાથમાં એક થેલી હતી અને તેણે પીળા રંગની ટી-શર્ટ પહેરી હતી. થોડીવાર પછી આ જ યુવક ટી-શર્ટ કાઢીને, હાથમાં ટી-શર્ટ વીંટાળીને જતો જોવા મળે છે.
આ બંને CCTV ફૂટેજ બનાવ બન્યો તે સમયગાળાના હતા. તે દરમિયાન ત્યાંથી બીજું કોઈ પસાર થતું જોવા મળતું નથી. ફૂટેજના આધારે આ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે તે દિશામાં તપાસ શરૂ કરતાં CCTVમાં દેખાતો યુવક ગાયત્રીનગરમાં રહેતો ગોવિંદ યાદવ હોવના ઇનપુટ મળતા
પોલીસ ગાયત્રીનગરમાં પહોંચી તો આ ગોવિંદ તેની બહેન અને બનેવીના ઘરે રહેતો હોવાનો ખુલાસો થયો.
મૂળ ઉત્તરપ્રદેશના વતની આ પરિવારને પૂછતાં ગોવિંદે 12મા ધોરણની પરીક્ષા આપી હતી અને 4 મહિના પહેલાં જ તે તારાપુર આવ્યો હતો. હાલ તે કોલેજનું એડમિશન લેવા માટે પાછો ઉત્તરપ્રદેશ ગયો હોવાનું જાણવા મળ્યું.
બીજી તરફ પોલીસના મનમાં સવાલ ઉઠ્યો કે ઉત્તરપ્રદેશનો 18 વર્ષનો ગોવિંદ શા માટે તારાપુરમાં રહેતા 77 વર્ષના વૃદ્ધની હત્યા કરે? પોલીસે તાત્કાલિક ઉત્તરપ્રદેશ પોલીસને જાણ કરી અને આરોપી ગોવિંદની ઓળખ આપી તેની અટક કરવા જણાવી SOGની ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી અને ગોવિંદને ઝડપી પાડ્યો, તેની પૂછપરછ શરૂ કરી અને મર્ડર કેસ ઉકેલાઈ ગયો.
આણંદ પાસેના તારાપુરથી ઉત્તરપ્રદેશ પહોંચેલી પોલીસને જોઈને ગોવિંદ ભાંગી પડ્યો.
હત્યાના આરોપી ગોવિંદ યાદવે પોલીસને આપેલી જાણકારી મુજબ ‘આરોપી ઉત્તરપ્રદેશના ફતેહપુરનો રહેવાસી છે.
ગોવિંદના બહેનના લગ્ન આણંદના તારપુરમાં થયા છે અને તેઓ 10 વર્ષથી તારાપુરમાં રહે છે. ગોવિંદના બનેવી મિસ્ત્રી કામ કરે છે.
ગોવિંદ 4 મહિના પહેલાં ઉત્તરપ્રદેશથી તેની બહેનના ઘરે કામ-ધંધાની શોધમાં તારાપુર આવ્યો હતો. જેથી થોડા પૈસા ભેગા કરી શકે. તારાપુર આવ્યા બાદ એક મહિના સુધી તે કલરકામ કરતો હતો. થોડા સમયમાં તે બીમાર પડ્યો અને પછી સાંપ કરડ્યો એટલે તેણે કામ-ધંધે જવાનું બંધ કરી દીધું.
ગોવિંદના જ્યાં રહેતો હતો એ ઘરની સામે ચીકુ મહેશ્વરી નામની વ્યક્તિ રહેતી હતી આ ચીકુ મહેશ્વરીએ આ વૃદ્ધની દુકાનેથી ખાટલો ખરીદ્યો હોય તેને બાઈક પર લેવા જવા માટે ચીકુ મહેશ્વરીએ ગોવિંદની મદદ માગી અને બંને દુકાને ગયા જ્યાં 12 જૂનની આસપાસ વૃદ્ધ અને ગોવિંદનો પહેલીવાર પરિચય થયો.
જ્યાં પહેલી જ નજરે વૃદ્ધ ને ગોવિંદ ગમી ગયો અને કમરના ભાગ નીચે હાથ ફેરવ્યો અને ગોવિંદ ને વૃદ્ધે કહ્યું હતું, તું પછી આવીને મને મળજે. વૃદ્ધની દુકાન ગોવિંદ રહેતો હતો એ ઘરથી 500 મીટર દૂર હતી.’
ત્યારબાદ ગોવિંદ અને વૃદ્ધ મળ્યા અને તે બંને વચ્ચે 14 દિવસના સમયગાળા દરમિયાન અનેકવાર ગોવિંદ અને વૃદ્ધ વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. ગોવિંદ યુપીમાં એક વખત 12મા ધોરણની પરીક્ષામાં નપાસ થયો હતો એટલે તેણે ફરી પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આવ્યું અને તે પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. હવે તેને ઉત્તરપ્રદેશ પાછા જઈને કોલેજમાં એડમિશન લેવું હતું. એટલે તેણે વૃદ્ધ પાસે પૈસાની માગણી કરી, પરંતુ વૃદ્ધે પૈસા આપવાની ના પાડી દીધી હતી. પૈસા આપવાની ના પાડતા ગોવિંદને લાગી આવ્યું. તેને થયું કે હું આ વૃદ્ધની જરૂરિયાત પૂરી કરું છું, તો પણ મને પૈસા નથી આપતા તેઓ માત્ર ઉપયોગ કરે છે.
આ દરમિયાન ગોવિંદને વિચાર આવ્યો કે વૃદ્ધ ગળામાં સોનાની ચેઈન પહેરે છે, તે લૂંટીને હું ભાગી જઉં. એટલે આ આયોજના ભાગરૂપે ગોવિંદ તેની બહેનના ઘરેથી 26 જૂને 11 વાગ્યા આસપાસ ફ્રૂટ સલાડ લેવા જાંઉ છું, તેમ કહીને નીકળ્યો હતો. સૌથી પહેલાં તે તારાપુર બજારમાં ગયો અને ફ્રૂટ સલાડનું પાર્સલ લીધું. ત્યાર બાદ થોડા આગળ જઈને પોતાનો પ્લાન પાર પાડવા માટે ચપ્પુ વેચતાં વેપારી પાસે ગયો અને સારી, અણીદાર છરી આપો તેમ કહ્યું હતું. ગોવિંદને એવું કે હું મારો પ્લાન પતાવીને ઘરે ફ્રૂટ સલાડ લઈને જઈશ તો કોઈને ખબર પણ નહીં પડે. તેણે છરી ફ્રૂટ સલાડથી થેલીમાં મૂકી દીધી અને વૃદ્ધની દુકાને પહોંચ્યો હતો.’
‘દુકાને પહોંચ્યા બાદ ગોવિંદે વૃદ્ધ સાથે થોડી વાતચીત કરી અને પછી બંને અગાઉની જેમ જ દુકાનની પાછળ આવેલા એમના ઘરના બીજા માળે પહોંચ્યા હતા આ એજ જગ્યા હતી જ્યાં બન્ને શારીરિક સંબંધો બાંધતા હતા.
ગોવિંદે પોલીસને જણાવ્યું કે, તેણે તક જોઈને ફ્રૂટ સલાડની થેલીમાંથી છરી કાઢી હતી અને એક ઘા વૃદ્ધના ગળાના ભાગે કરી દીધો એટલે તરત જ પ્રતિકાર કરીને વૃદ્ધે ગોવિંદને બે હાથથી ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો પણ વૃદ્ધ ઈજાગ્રસ્ત હતા અને ઉંમરલાયક હોવાથી જમીન પરથી ઉભા ન થઈ શક્યા તેમણે બચાવ માટે બૂમો પાડવાનું ચાલુ કર્યું હતું. પણ તે વખતે ગોવિંદ વૃદ્ધના પેટ ઉપર બંને પગ રાખીને બેસી ગયો હતો અને છરીના બીજા 5થી 6 જેટલા ઘા ઉપરા-ઉપરી મારી દીધા અને વૃદ્ધની હત્યા કરી નાખી.
હત્યા બાદ ગોવિંદે જોયું કે તેણે જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર પણ લોહી ચોંટ્યું હતું. એટલે ટી-શર્ટ કાઢીને હાથમાં લપેટી લીધી અને વૃદ્ધનો સોનાનો ચેઇન કાઢી લઈ ખીસ્સામાં મૂકીને ત્યાંથી નીકળી ગયો હતો અને
ધોધમાર વરસાદ હોય ફ્રૂટ સલાડની થેલી પણ રસ્તામાં ફેંકી દીધી હતી.
આરોપી ગોવિંદ તેની બહેનના ઘરે પહોંચ્યો અને ત્યાં ઘરની બહાર આવેલી ચોકડીમાં નાહવા બેસી ગયો. કોઈને ખબર ના પડે તે માટે લોહીવાળી ટી-શર્ટ ધોઈ નાખી હતી પછી ટી-શર્ટ અને ચપ્પલ પણ કોઈની નજરમાં ન આવે એવી જગ્યાએ ફેંકી દીધી. જ્યારે ગોવિંદ ઘરમાં આવ્યો ત્યારે તેની બહેને પૂછ્યું હતું કે, તું આવી હાલતમાં કેમ છે? તારી ટી-શર્ટ ક્યાં છે? એટલે ગોવિંદે એની બહેનને કહ્યું કે બહાર વરસાદ બહુ છે. હું પલળી ગયો હતો. ગોવિંદને થોડા જ સમયમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હોવાની ખબર પડી એટલે તેણે ગુજરાત છોડી દેવાનું નક્કી કર્યું.
‘બહેન અને બનેવીને તેણે કહ્યું, મારે કોલેજમાં એડમિશન લેવાનું છે એટલે ઉત્તરપ્રદેશ જવું પડશે.
પહેલાં તે બસમાં બેસીને આણંદ રેલવે સ્ટેશન ગયો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને 30 જૂને ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. ત્યાં તેના માતા, પિતા, ભાઈ, ભાભી રહે છે. ઘરે તેણે કોઈને જાણ કરી નહોતી. પણ તે હત્યા કરીને આવ્યો હોવાથી તેના મનમાં સતત ડર હતો કે પોલીસ પકડશે. એટલે તેણે ઉત્તરપ્રદેશ જઈને મોબાઈલમાં સર્ચ કર્યું હતું કે, CID કૈસે પકડતી હૈ?’ તારાપુર મર્ડર કેસ ક્યા હૈ? તારાપુર મર્ડર કેસ કી જાંચ કહાં તક પહુંચી? ફિંગરપ્રિન્ટ કા કૈસે ઉપયોગ હોતા હૈ? ફિંગરપ્રિન્ટ સે પુલિસ કૈસે કોઈ કેસ કી છાંનબીન કરતી હૈ?’
ગોવિંદે પોલીસને એ પણ કહ્યું કે, ‘વૃદ્ધની હત્યા બાદ તેમના ગળામાંથી સોનાની ચેઇન તોડી હતી તેને વેચવા યુપીમાં એક મિત્રનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સોનાનો કેટલો ભાવ છે તે જાણવા માટે પણ ગૂગલ પર સર્ચ કર્યું હતું.’
ગોવિંદે મર્ડર કરવાનું કારણ પોલીસને જણાવતા કહ્યું કે, ‘સાહેબ હું એ વૃદ્ધની જરૂરિયાત પૂરી કરતો હતો પણ તેમ છતાં મને કાંઈ આપ્યું નહીં. મારે એક્ટિવા લેવું હતુ અને કોલેજની ફી પણ ભરવી હતી. એટલા માટે મને વિચાર આવ્યો સોનાની ચેઈન લૂંટી લઉં તો મારા બધા કામ થઈ જાય.’ ગોવિંદે પોલીસને એ પણ જણાવ્યું છે કે, ‘હું તારાપુર મારા બહેન ના ઘરે આવ્યો પછી આ વૃદ્ધ સહિત બે ત્રણ લોકો સાથે પણ શારીરિક સંબંધ હતા. હું સમલૈંગિક સંબંધ ધરાવતા લોકોના સંપર્કમાં હતો.
પોલીસે આરોપી ગોવિંદ યાદવની બે દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી અને હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે.
આમ,સમલૈંગિક સંબંધો ધરાવાની કુટેવ 77 વર્ષના વૃદ્ધ ને ભારે પડી અને જીવ ગયો હોવાનું ખુલ્યું છે.