બનાસકાંઠામાં ભારે વરસાદમાં પાક નિષ્ફળ થયો છે. અગાઉ 8 જિલ્લાને સહાય સરકારે હજુ સુધી નથી આપી. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂતો લાખો, કરોડોના નુકશાન સામે ચિંતિત છે. ત્યારે શું સરકાર સહાય આપશે ખરી તેને લઈને પણ સવાલો છે. કેમ કે, અગાઉ દક્ષિણ ગુજરાત, ભરુચ, સૌરાષ્ટ્ર સહીતના જિલ્લામાં ખેતી સર્વેની કામગિરી પૂર્ણ કરાઈ રીપોર્ટ પણ સરકારને સોંપાઈ ચૂક્યો છે. ત્યારે આ જિલ્લાઓમાં પણ ખેતીના નુકશાનની સ્થિતિને જોતા સર્વે કરવો જરૂરી છે કેમ કે, 15 દિવસ પછીય પાણી ખેતરોમાં ઓસરે તેમ નથી. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વિવિધ તાલુકામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં કેળ સમા પાણી વરસાદે વિરામ લીધા બાદ પણ ભરાયેલા છે.ખાસ કરીને જુલાઈ મહિનામાં જે રીતે વરસાદના કારણે અતિવૃષ્ટીમાં જે ખેડૂતોનો પાક ધોવાયો હતો તે જ રીતે ફરીથી બનાસકાંઠામાં પણ કેટલાક તાલુકાઓમાં એજ સ્થિતિ જોવા મળી રહી છે.
બનાસકાંઠામાં 4 દિવસ બાદ વરસાદે વિરામ લીધો છે પરંતુ ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેળ સમા પાણી ખેતરોમાં ભરાયેલા છે. બનાસકાંઠામાં મૂસળધાર વરસાદ પડ્યો હતો નદીઓ અને ડેમ પણ છલકાઈ ગયા છે. ડીસા તાલુકાના વિવિધ ગામોમાં પાણી કેડ સમા ખેતરોમાં ભરાયા છે. મગફળી સહીતનો પાક આ વિસ્તામાં ફેલ ગયો છે. કેટલાક નીચાણવાળા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને થરાદ, ડીસા, કાંકરેજ સહીતના વિસ્તારોમાં પાકને નુકશાન પહોંચ્યું છે. સાંસદ પરબત પટેલ પણ સ્થિતિની સમીક્ષા કરવા માટે ટ્રેક્ટર પર ફર્યા હતા. મગફળી, બાજરી, જુવાર સહીતના પાકો કેટલાક ખેતરોમાં નાશ પામ્યા છે. ચાર દિવસથી મેઘ કહેરના કારણે ખેડૂતોના પાક નુકશાન થયું છે. અતિવૃષ્ટીના કારણે તારાજી વિવિધ ગામોમાં જોવા મળી છે. બીજી બાજુ હજુ સુધી અન્ય 8 જિલ્લામાં જે કૃષિ સર્વે કરાયો હતો તેના સહાયની રકમ હજૂ સુધી ખેડૂતો માટે જાહેર નથી કરાઈ ત્યારે ફરીથી આ પ્રકારે નુકશાન ખેડૂતોનું થઈ રહ્યું છે. જેથી નવી આશા આ વિસ્તારના ખેડૂતોને પણ કૃષિ રાહત પેકેજની છે.