દેશની રાજધાની નવી દિલ્હીને ક્રાઈમ કેપિટલ પણ કહેવામાં આવે છે.. કારણકે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિત ઘણી નબળી છે. પરંતુ જો ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો, અહીંના ૯૫ ટકા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ગુજરાતને દેશનું સૌથી સુરક્ષિત રાજય ગણવામાં આવે છે, પરંતુ અહીંના ૮૩ ટકા લોકો ટ્રાફિકના નિયમોને ગણતા જ નથી. દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ(ડીઆઇએમટીએસ)ના એક સર્વેમાં આ બાબત સામે આવી છે. ડીઆઇએમટીએસ એક અર્બન ટ્રાન્સપોર્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કંપની છે. ૨૦૧૬માં ગુજરાતમાં ૮૧૩૬ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના હેલ્મેટ અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. ચાર મોટા શહેરોની વાત કરીએ તો રાજકોટમાં આ આંકડો સૌથી ખરાબ છે. રાજકોટમાં ૯૭ ટકા વાહનચાલકો હેલ્મેટ નથી પહેરતા. સંસ્કારી નગરી વડોદરાના ૯૧ ટકા લોકો ટ્રાફિકના નિયમોની અવગણના કરે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત ટ્રાફિક બ્રાન્ચના એડિશનલ ડીજીપી વિપુલ વિજયે દરેક પોલીસ કમિશનર અને ડીએસપીએ માર્ચ ૨૦૧૮ સુધીમાં તેમના ટ્રાફિક રેગ્યુલેશન પ્લાન જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાલી પદો, સ્ટાફની જરૂરિયાત, સીસીટીવીની સંખ્યા, સ્પીડ ગન્સની સંખ્યા વગેરે જાણકારી માંગી છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી વિપુલ મિત્ર જણાવે છે કે, ડીઆઇએમટીએસ દરેક રાજયમાં સેમ્પલ સર્વે કરે છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ નથી પહેરતા. લોકોમાં અવેરનેસ વધારવા માટે અમે શોર્ટ ફિલ્મ બનાવી છે જે અમે થિએટર્સમાં બતાવીશું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.