અમદાવાદમાં શિક્ષણના ધામમાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યાની ઓફિસમાં તોડફોડ કરતા સમ્રગ ઘટના ચકચાર મચી જવા પામી છે
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી LD આટ્સ કોલેજમાં વિધાર્થીનો દાદાગીરી કરતો વિડિયો વાયરલ થયો છે જેમાં કોલેજનું વિદ્યાર્થી પોતાના બે સાગરિતો સાથે કોલેજના આચાર્યાની ઓફિસમાં ધસી આવ્યો હતો અને ઉંચા અવાજે બોલાવાનુ શરૂ કર્યો હતો જો કે આચાર્યા ધીમે અવાજે બોલાવાના કહેતા વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો અને ઓફિસના ટેબલ પર રહેલા ફલાવર પોર્ટને કાચ પર ફેંકી કાચ તોડી નાંખ્યો હતો જોકે આટલેથી ન અટકતા પ્રિન્સપાલ પર હુમલોનો પ્રયાસ કર્યો હતો આ સમ્રગ LD કોલેજના આચાર્યાએ ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કોલેજથી બરતરફ કર્યા છે અગાઉ પણ કોલેજ છરી જેવા તિક્ષ્ણ હથિયાર સાથે આવી કલાસરૂમમાં રૌફ જમાવતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી
આ અંગે આચાર્યા જણાવ્યુ હતુ કે ઓફિસ તોડફોડ કરનાર વિદ્યાર્થીઓએ મહિલા પ્રોફેસરને કલાસરૂમમાં બંધ કરી દીધી હતી જેને લઇ તેની પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો અને આચાર્યની ઓફિસ જોરજોરથી બોલતા આચાર્યએ ધીમે વાત કરવાનું કીધુ હતું જોકે જોતજોતામાં ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થીઓ હુમલાનો પ્રયાસ કર્યો હતો