કહેવાય છે કે મિત્રતા એવી વસ્તુ હોય કે લોકો પોતાના મિત્ર ખાતર જીવ પણ આપવા તૈયાર હોય છે. પોતાની પ્રેમિકાને મિત્રતા પાછળ તરછોડી મુક્તા હોય છેં પરંતુ અમુક લાલચું અને સ્વાર્થી મિત્રોના કારણે આજે મિત્રતાને શર્મશાર કરતો કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યુ છે જયાં મિત્રએ મિત્રની હત્યા નિપજાવી છે શુભ પ્રસંગે તો આખો પરિવાર આપણે સાથે હોય છે પરંતુ દુખની ઘણી જે આપણા સાથે ઉભા હોય તે જ આપણું સાચો મિત્ર કહેવાય.
સુરતના અમરોલીમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્ર મિત્રનું હત્યારો બન્યો બનાવની વિગત એવી છે કે અમરોલીમાં મિત્રેએ 300રૂપિયા ઉછીના આપવાને બબાતે ઝઘડો થયો હતો જયાં બોલાચાલી ઉગ્ર બનતા બીજા મિત્રએ ઉશ્કેરાઇ પથ્થરના ઘા માથા ભાગે ઝીંકી મોતને ઘાટ ઉતર્યો હતો પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
આં અંગે મૃતકના પત્નીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારી પતિ ગોવિંદ વિજયસિંહ પરમારની પૌસાની લેતી દેતી મામલે તેમના જ મિત્રે નિર્દયતાથી હત્યા કરી નાંખી છે જેમાં માનસિંગ નામના મિત્રે 300 રૂપિયાની લેતદેતી મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો જયાં માનસિંહ ઉશ્કેરાઇને મોઢા થતા માથાના ભાગે પથ્થરોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યુ હતું ઘટનાને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી