સુરતમાં TRB જવાને વિફરીને એડવોકેટ મેહુલ બોઘરા પર કરેલો જીવલેણ હુમલાને લઇ સમ્રગ રાજ્યમાં સનસનાટી મચી જવા પામી છે અડવોકેટ મેહુલ બોધરાએ સુરતના લસકાણા પાસે ટેમ્પો રોકી હપ્તો લેતા પોલીસના મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર TRB સાજન ભરવાડે નામના જવાને લાકડીઓના ફટકા વરસાવી જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલ બોઘરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયાઓ હપ્તાખોરી ચલાવી રહ્યા છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં પોલીસના સાથે ઉભેલા TRB જવાને તેમના પર જીવલેણ હુમલો કર્યો.હતો સમ્રગ ઘટનાના પગલે વકીલ સંગઠનોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપીનો કેસ ન લડવા બાર એસોશિયેશન પરિપત્ર બહાર પાડ્યું હતું.
આ સમ્રગ ઘટનાની તપાસ ઉચ્ચઅધિકારીઓ દ્રારા કરવામાં આવી રહી છે અને સાજન ભરવાડ નામના શખ્સને તાત્કાલિક નોકરી પરથી ડિસમિસ કરી તેના પર 307 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે એડવોકેટ અને પોલીસ વચ્ચે શીત યુદ્રની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યો છે
સુરતના વરાછામાં પોલીસકર્મી પોલીસના સમર્થનમાં આવ્યો છે. જેમાં પોલીસકર્મી એક વિડિયો બનાવી જણાવે છે કે મેહુલ બોઘરા અને TRB જવાન વચ્ચે જે બોલાચાલી કે મારામારી થઇ છે તેના અનુસંધાને વિડિયો બનાવુ છું જેમાં વરાછાનું પોલીસકર્મી જણાવે છે કે મેહુલ ભાઇ તમે પોલીસના માત્ર નેગેટિવ વિડિયો બનાવો છો જાણ્યા જોયા વગર ગમે ત્યા વિડિયો ઉતારવો લાગો છો તમને એનાથી પ્રોબ્રલેમ છે તો તેનું વિડિયો ઉતરી પોલીસ ઇન્સપેકટરને જાણ કરો ACP, DCP , CP પાસે જાવ તમે ત્યા જતા નથી માત્ર વિડિયો લાઇવ કરવાનું કરો છો પોલીસકર્મી જણાવે છે કે મેહુલ ભાઇ દ્રારા લોકપ્રસિદ્રિ મેળવવા લાઇક્સ મળે વ્યુઝ મળે તે માટે પોલીસને બદનામ કરવામાં આવે છે.