રાજ્યમાં ઉત્તરગુજરાત મધ્યગુજરાતમાં મેઘરાજા ધૂંઆધાર બેંટિંગ કરી રહ્યા છે.જેને લઇ નદીઓ ,નાળાઓ જળાશયો પાણીથી છલોછલ ભરાઇ ચૂક્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ધરોઇ ડેમની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે જેને ધરોઇ ડ઼ેમનો પાણી સંતસરોવર ડેમમાં છોડવામાં આવ્યુ હતુ અને સંત સરોવર ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડતા નદી બે કાંઠે વહેતી થઇ હતી બુધવારે રહેલા સ્તરને લઇ તંત્ર દ્રારા રિવરફન્ટ્ર વોક વે બંધ કરવાની ફરજ પડી હતી તેમજ ગાંધીનગર જિલ્લા કલેકટર દ્રારા અમદાવાદ સાબરમતી નદીને અડીને આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા 1.75લાખ કયુસેક પાણી વાસણા બેરેજથી છોડવામાં આવ્યા છે, તેમજ નવા વાડજ,રાયખડ, સુભાષબ્રિજ, નેહરુબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ હતુ જો કે આજે પાણીની સપાટી સામાન્ય થતા ફરી એકવાર રિવરફન્ટ્ર વોક વે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સ્વાભાવિક છે કે તેહવારોનું સમય હોવાથી લોકો રજાના સમયમાં રિવરફન્ટ્ર વોક વે પર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઇ કે પટેલે જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાથી લોકો રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમીનાડ ઉપર જઈ શકશે.અને પાણીના સ્તરમાં ઘટાડો થતા લોકો માટે ફરી રિવરફન્ટ્ર વોક વે શુરૂ કરવામાં આવ્યો છે સંતસરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી હતી અને વાસાણ બેરેજથી ગ્યાસપુર સરોડ,ધોળકા સહિતના વિસ્તારોમાં નદી પ્રવાહ વહી રહ્યો છે .