રાજ્ય સહિત દેશભરમાં ટેકસચોરીની બની રહેલી ઘટનાને લઇ IT વિભાગે લાલઆંખ કરી છે તેમજ જુદા-જુદા ઠેકાણે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથધર્યુ છે. આજે વહેલી IT ની ટીમ અમદાવાદની ખ્યાતનામ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ત્રાટકી હતી જેમાં ટેકસચોરીની ગડબડને લઇ રેડ પાડવામાં આવી હોવાનુ જણાવા મળ્યુ છે રેડના પગલે તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઇ છે અને IT વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે અનેક વ્યવહારો મળી તેવી આશંકા સેવાઇ રહી છે
આ અંગે સિલ્વર ઓક યુનિવર્સિટીના MD જનક ખાંડવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે મને IT અધિકારીનું ફોન આવ્યો છે IT સિવાય બીજો કોઇ એડમિશન લગતી કોઇ વાત નથી ટૂંકમાં IT નું સર્ચ છે આ રૂટિન કામગીરી છે એમા કંઇ ખોટું પણ નથી એડમિશનનું કોઇ પ્રોબેલ્મ નથી. હાલ સમ્રગ યુનિવર્સિટીમાં IT વિભાગ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ આગાઉ IT વિભાગ અમદાવાદની જુદી-જુદી નામકિંત કંપીનઓ પર દરોડા પાડી અનેક બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે દેશમાં 50 જેટલા ઠેકાણે IT વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે.