પોલીસ અને ફાયર જવાનો આવી પહોંચી પાણી અને ફોર્મ ચલાવી કેમિકલની જલદ અસર હળવી કરી
વાપી નેશનલ હાઇવે નંબર 48 પર ગોકુલ વિહાર ગેટની સામે વહેલી સવારે એક ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સીમરન ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કર નંબર NL01-N-8088માં કેમિકલ ભરેલ હતું. આ કેમિકલ સુરતથી મુંબઈ ટેન્કરમાં લઈ જવાય રહ્યું હતું. ત્યારે હાઇવે પર ભેંસોનું ટોળું આવી જતા તેને બચાવવામાં ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટેન્કર પલ્ટી મારી જતા તેમાં ભરેલ કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું.
કેમિકલ રસ્તા પર ઢોળાતા ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો ઘટનાની જાણકારી વાપી ટાઉન પોલીસ અને ફાયર વિભાગને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પોલીસે ટ્રાફિક સંચાલન હાથ ધર્યું હતું તો, ફાયરના જવાનોએ પાણી અને ફૉમ નો મારો ચલાવી કેમિકલની જલદ અસર હળવી કરી હતી. હાઇવે પર ટેન્કર પલ્ટી મારી જતા સુરત મુંબઈ તરફની લેન પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હતી જો કે મોટી જાનહાની ટળી હતી.