રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી અનેક નિર્દોષોને જીવ ગુમાવાનો વારો આવતા હોય છે રખડતા ઢોરની સમસ્યા દિવસને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેને લઇ આ સમસ્યાથી મુક્તિ આપવવા ગુજરાત હાઇકોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરી તમામ મનપા કોર્પોરેશન ઉધડો લીધો હતો અને કડક હાથે કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા હવેથી રાજ્યમાં રખડતા ઢોરને લીધે જે પણ વ્યકિત જીવ ગુમાવશે કે પછી ઇજાગ્રસ્ત થશે તે માટે તંત્રને જવાબદાર ગણવામાં આવશે તેવી નિર્દેશ કરાતા તંત્ર દોડતું થયુ હતુ
ત્યાર બાદ કોર્પોરેશન દ્રારા યુદ્રના ધોરણે કામગીરી હાથધરવામાં આવી હતી ગુજરાત હાઇોકોર્ટે દિવસ રાત 24 કલાક સીફ્ટ કરવી પડે તો પણ કરો પરંતુ ઢોર પકડો તેવા નિર્દેશ કર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક દિવસ 150થી વધુ ઢોરના પકડી પાંજરે પુરાવાની કામીગીરી હાથધરવામાં આવી હતી અને હવે કોર્પોરેશન દ્રારા જયાં પણ રખડતા ઢોર દેખાશે ત્યાં એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યુ છે જેનાથી ઢોર પકડવાની કામગીરી ત્વરિત પણે થઇ શકે જેમાં 155303 નંબર જાહેર કરાયુ છે તમામ ઝોનના ડે કમિશનર યુદ્રના ધોરણે કામગીરી અંગે જવાબદારી સોંપાઇ છે તો બીજી તરફ રખડતા ઢોર પકડવા જતા કેટલાક જિલ્લાઓમાંતી CNDC ટીમ પર હુમાલાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે. તેને લઇ હાઇકોર્ટ દ્રારા કાર્યવાહીમાં અડચણરૂપ બનતા લોકો સામે પણ એફ આર નોંધવા સુધીના આદેશ કર્યા છે