રાજ્યમાં દારૂબંધીને લઇ રાજ્યસરકાર દ્રારા મોટા-મોટા કાવાદાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ એ જ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સમિતી તેવી સ્થિતિ નિર્માણ થયુ છે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દિન પ્રતિદિન પોલીસના ચોપડે કેસો નોંધતા હોય છે રાજ્યમાં થોડાક સમય આગાઉ સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી તો બીજી તરફ બુટલેગરો ફરી બેફામ બની દેશીદારૂનું વેચાણ કરી રહ્યા છે.
દેશીના દારૂ સામે ગૃહરાજ્યમંત્રી બંધ કરવા તમામ પોલીસ કમિશનરોને આદેશ આપ્યા હતા છતાય કેટલાક શહેરોમાં જાણે કે દારૂ વેપલો કરવા બુટલેગરોને પરવાનો મળી ગયો તેવી રીતે ખુલ્લેઆમ દારૂનો વેચાણ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂનો દૂષણ અનેક પરિવારોને બરબાદ કરી રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરાના ચોપડ ગામ ખાતે દેશીદારૂ સેવન કરતા યુવકની તબિયત લથડી છે દારૂ પીધા બાદ યુવકની આંખ ધૂંધળી હોવાનું સામે આવ્યુ છે જેમાં યુવાને દેશીદારૂની પાંચ જેટલી થેલી પીધા બાદ અચાનક તબિયત લથડી જયાં તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ હતું દેશીદારૂના વ્યસનથી અનેક પરિવારો ઉજાડી રહ્યા છે તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચપાડ ગામના આસપાસ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઇ રહ્યો છે તેવુ આક્ષેપ પરિજનો દ્રારા કરવામાં આવી રહ્યા છે શું પોલીસ તંત્ર આ ઘટનાથી અજાણ છે ? શું બુટલેગરો પોલીસને પણ ગણકારતા નથી ગુજરાતમાં કેમિકલ લઠ્ઠાકાંડ થયા બાદ હજુ પણ દારૂના બેફામ વેચાણથી ચાપડ ગામની પોલીસની ઘોર બેદરકારી સામે આવી રહી છે