આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 20 દિવસમાં આરોગ્યકર્મીઓની તમામ વ્યાજબી માંગણીઓ પુરી કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા
ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર ફક્ત જુમલાઓ જ આપી શકે છે, કર્મચારીઓને તેમના હક આમ આદમી પાર્ટી આપશે: યુવરાજસિંહ જાડેજા
ટેકનિકલ કેડર ને ક્લેરિકલ/એડમિનિસ્ટ્રેટિવ કેડર તરીકે ગણવામાં આવશે નહીં: યુવરાજસિંહ જાડેજા
અન્ય રાજ્યોમાં જે મળે છે, તેના કરતાં પણ વધુ સારો ગ્રેડ પે અને પગાર આરોગ્યકર્મીઓને મળશે: યુવરાજસિંહ જાડેજા
કોરોના વોરિયરને તેમનો હક અને તેમને ભથ્થાનું જે વચન આપવામાં આવેલ છે તે પણ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા
ભાજપે ક્યારેય પણ કર્મચારીઓની વાત નહોતી સાંભળી અને કોંગ્રેસ પાર્ટી પણ બધા કર્મચારીઓનું શોષણ મૂંગા મોઢે જોવામાં મશગુલ હતી: યુવરાજસિંહ જાડેજા
આમ આદમી પાર્ટીના અને કર્મચારીઓની એકતાથી આજે ભાજપ સરકાર ડરી રહી છે: યુવરાજસિંહ જાડેજા
ગુજરાતની રાજનીતિમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે પોતે આપેલા વચનોનું પાલન કરે છે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/ગુજરાત
ગુજરાતમાં 27 વર્ષથી શાસન હોવા છતાં પણ ભાજપ સરકાર ગુજરાત રાજ્યના કર્મચારીઓનું ધ્યાન રાખી શકી નથી અને ક્યારે પણ તેમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું. અને આ જ કારણે આજે ગુજરાત રાજ્યના મહેનતુ કર્મચારીઓ આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટર ના કર્મચારીઓ સહિત દરેક વર્ગના કર્મચારીઓ વારંવાર પોતાની માગણીઓને લઈને આજે આંદોલન કરી રહ્યા છે તો પણ સત્તાના નશામાં ચુર આ ભાજપ સરકાર એમની માંગણીઓ સંતોષવા તૈયાર નથી.
ગાંધીનગરમાં ચાલી રહેલા આરોગ્યકર્મીઓના આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આંદોલનકારીયોને મળ્યા હતા અને વિસ્તારપૂર્વક તેમની માંગણીઓ સાંભળી હતી. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ આંદોલનકારીયોને વિશ્વાસ અપાવતા કહ્યું કે, ગુજરાતના આરોગ્ય કર્મચારીઓનો વિરોધ ચાલી રહ્યો છે અને તેમની માંગ ખૂબ જ વ્યાજબી છે. આમ આદમી પાર્ટી તેમની તમામ માંગોને સંપૂર્ણ સમર્થન આપે છે. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર ફક્ત જુમલાઓ જ આપી શકે છે. પણ ગુજરાતના કોઈપણ આરોગ્ય કર્મીએ ચિંતા કરવાની જરૂરત નથી, 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એના 20 દિવસમાં આરોગ્યકર્મીઓની તમામ વ્યાજબી માંગણીઓ પુરી કરવામાં આવશે.
આ સિવાય પણ અગત્યની બાબતો પર યુવરાજસિંહ જાડેજાએ આંદોલનકારીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે ટેકનિકલ કેડર ને ક્લેરિકલ/એડમિનિસ્ટ્રેટિવ કેડર તરીકે ગણવામાં આવશે નહીં. અન્ય રાજ્યોમાં જે મળે છે, તેના કરતાં પણ વધુ સારો ગ્રેડ પે અને પગાર તમને મળશે. આ સિવાય કોરોના વોરિયરને તેમનો હક અને તેમને ભથ્થાનું જે વચન આપવામાં આવેલ છે તે પણ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવશે.
ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારે દાયકાઓથી ગુજરાતના લોકોની સાથે સાથે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓનું અને કોન્ટ્રાકટ કર્મચારીઓનું પણ શોષણ કર્યું છે. અને એના લીધે આજે દરેક વર્ગના કર્મચારી ભાજપ સરકારથી ત્રાહિમામ થઈ ગયા છે પણ હવે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. પહેલા એવો સમય હતો જ્યારે ભાજપે ક્યારેય પણ કર્મચારીઓની વાત નહોતી સાંભળી અને કોંગ્રેસ પાર્ટી પણ બધા કર્મચારીઓનું શોષણ મૂંગા મોઢે જોવામાં મશગુલ હતી. પણ જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે ત્યારથી કર્મચારીઓમાં હિંમત વધી છે અને આમ આદમી પાર્ટીના અને કર્મચારીઓની એકતાથી આજે ભાજપ સરકાર ડરી રહી છે. આજે ગુજરાતની રાજનીતિમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે પોતે આપેલા વચનોનું પાલન કરે છે.