Chaitar Vasava: જાણો ક્યા મામલે AAPનાં MLAચૈતર વસાવાએ સામે વધુ એક ગુનો નોંધાયો, લોકસભા ચૂંટણી સમયની છે વાત
Chaitar Vasava: નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સાગરિતો સાથે મળીને હોટલના માલિકને ગાળો ભાંડીને ફટકાર્યા હતા. આ મામલે ચેતર વસાવા સહિત 20 લોકો વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Chaitar Vasava: આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નર્મદા જિલ્લામાં આવેલ શિવમ પાર્ક હોટલમાં જમવાના બાકી નીકળતા પૈસા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાગરિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી શાંતિલાલ વસાવાએ હોટલમાં જમવાના બિલના બાકી પૈસા માટે ચૈતર વસાવા પાસેથી પૈસાની માંગ કરી હતી. જેની સામે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાગરીતોએ ગાળો આપી માર માર્યો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યો હોવાનો પણ ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી શાંતિભાઈ વસાવા શિવમ પાર્ક હોટલમાં કામ કરતા હતા
અને આ હોટલમાં ચૂંટણી દરમિયાન કાર્યકરોએ ભોજન કર્યું હતું. જેથી હોટલમાં જમ્યા બાદ જે બાકી રૂપિયા હતા તે હોટલના માલિકે શાંતિભાઈ વસાવાના પગારમાંથી કાપી લીધા હતા. આથી શાંતિભાઈ વસાવા 1.28 લાખ રૂપિયાની ધારાસભ્ય ચૈતર વસાવા પાસે માંગણી કરી હતી. જો કે ધારાસભ્યએ પૈસા આપવાના બદલે ફરિયાદીને ગાળો આપી માર માર્યો હતો. જેના કારણે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ ચૈતરભાઈ વસાવાએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે,
16 તારીખે રાત્રે મને એક ફોન આવ્યો અને શાંતિલાલભાઈ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી.
સમગ્ર મામલાની પૂરી હકીકત એવી છે કે, ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામ ખાતે શિવમ પાર્ક હોટલ આવેલી છે, ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની હોટલમાં જમ્યા છે, તેમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે આવ્યા હતા અને 50,000 નું બિલ રજૂ કર્યું હતું.
જૂન મહિનામાં મેં એમને 50000 રૂપિયા ચૂકવ્યા હતા. મારી સાથે રહેનાર વિક્રમભાઈએ 30,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને 20,000 રૂપિયા મારા પીએ માધવભાઈએ તેમની દીકરી સપનાને ફોન પે કરીને આપ્યા હતા. આમ પૈસા આપ્યા હોવા છતાં પણ તેમણે 16 તારીખે રાત્રે મને ફોન કરીને ગાળાગાળી કરી.
આમ છતાં 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે મને તેઓ ફોન કરીને મારી સાથે ગાળાગાળી કરે છે અને એક લાખ 28 હજાર રૂપિયાની માંગણી કરે છે. જે બાદ શિવમ પાર્ક હોટલના માલિક સાથે મેં વાત કરી તો તેમણે જણાવ્યું કે, અમારો એક પણ રૂપિયાનો ઉધાર બાકી નથી. જે-તે સમયે જે પણ બિલ હતું તે પૂરું થઈ ગયું છે. જે રીતે શાંતિલાલભાઈએ અમારી સાથે ગાળાગાળી કરી તેનો વીડિયો અને તમામ પુરાવાઓ લઈને અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. શાંતિલાલ ભાઈએ પણ અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. સામસામેના કેસમાં કાયદેસરની કાર્યવાહી થશે.