આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે વડોદરા મુકામે પધારી રહ્યા છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે.
આ સાથે જ તેમની સાથે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી પણ પરમદિવસે અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયાજી હાકલ કરશે.