ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્રથી લઇ હુમલા સુધીની ઘટનાઓ બની ચૂકી છે, ભાજપ હવે આમ આદમી પાર્ટીને પોતાનું હરીફ માનતી હોય તેવી રીતે બંને પાર્ટીઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે જે પાર્ટી પ્લોટમાં થોડાક દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરાના એક પાર્ટીપ્લોટ સભા ગજવી હતી જેને લઇ વડોદરા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્રારા પાર્ટીપ્લોટના પતરાનું શેડ તોડી પાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે,
જે અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે જેમાં ઇટાલિયાએ જણાવ્યુ કે વડોદરામાં ભાજપની ગુંડાગીરી ,દાદાગીરીનું વધુ એક નમૂનો સામે આવ્યુ છે વડોદરા એક સપ્તાહ અગાઉ અરવિંદ કેજરીવાલનું કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતુ ત્યાં 13-13 જગ્યાએ ભાજપના લોકોએ કેન્સલ કર્યા છે જે હોલ પાર્ટીપ્લોટ કે બેન્ક વટ હોલ ભાડે રાખ્યે ત્યા ભાજપના ધારાસભ્ય, સંસાદ સભ્ય અને તેમના ગુંડાઓ દ્રારા ધમકાવામાં આવ્યા હતા અને નવનતીકાકા નામના વ્યકિતએ પોતાના પાર્ટી પ્લોટ અરવિંદ કેજરીવાલને ભાડે આપ્યું હતું અને તે સમયે કાકાને પણ અનેક ધમકી આપી હતી અન નવનીત કાકાએ જે હોલ ભાડે આપ્યુ હતું તે તોડી નાખવા માટે ભાજપના નેતાઓએ ફૌજ મોકલી હતી ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ કે રાજ્ય સહિત વડોદરામાં રોડ-રસ્તા તૂટેલા છે તે બાબતે કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપે છે કે માણસો નથી સાધનો નથી પણ જયારે કેજરીવાલે ભાજે રાખેલું હોલ તોડવાનું હોય ત્યારે પૈસા પણ છે માણસો પણ છે આ દર્શાવે છે કે ભાજપમાં આમ આદમી પાર્ટીને લઇ ભયંકર ફફડાટનું માહોલ જોવા મળી રહ્યુ છે.