રાજ્યમાં વિધાનસભાનીં ચૂંટણીના ટાણે તમામ રાજ્કીય પાર્ટીઓ ફૂલ એકશન મોડમાં જોવા મળી રહી છે. તેમજ ચૂંટણી ટાણે વિવિધ સંગઠનો અને સમુદાયના લોકોએ સરકારે સામે મોરચો માંડ્યો છે અને પોતાની પડતર માગણીઓને લઇ સરકારને આંદોલનના ભરડામાં લીધું છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ઉભરી આવેલી આમ આદમી પાર્ટી હાલ તમામ મુદ્દાઓને લઇ સરકારી કર્મચારીઓ હોય કે પછી સામાન્ય જનતા તમામને ગેરંટી આપી રહી છે અને તેમની સરકાર ગુજરાતમાં બનશે તો આ તમામ ગેરંટી અમલી કરવામાં આવશે તેવી પણ બાંયધરી આપવામાં આવી રહી છે
આ પરિપત્ર પ્રમાણે જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે.
તો પછી 550 કરોડના ચુંટણીલક્ષી પેકેજમાંથી જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે?
ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ / અધિકારીઓને પણ પ્રોત્સાહક પેકેજનો લાભ આપો. pic.twitter.com/LohoYoiGcm
— Gopal Italia (@Gopal_Italia) September 24, 2022
તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યા છે જેમાં તેમણે કહ્યુ કે આ પરિપત્ર પ્રમાણે જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે. તો પછી 550 કરોડના ચુંટણીલક્ષી પેકેજમાંથી જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે? ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ / અધિકારીઓને પણ પ્રોત્સાહક પેકેજનો લાભ આપો. એટલે હવે આમ આદમી પાર્ટીએ જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે આવાજ ઉપાડી છે