અદાણી ભારતના રીન્યુએબલ એનર્જી તરફના ઝૂકવના હેતુથી રિફાઈન્ડ કોપરનું ઉત્પાદન કરવા તૈયારી કરી રહ્યું છે, પ્રોજેક્ટમાં જરૂરી ટેક્નોલોજી જોડાયેલી છે અને સ્થળ પર બાંધકામનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે, તે 2024 ના પ્રથમ છ મહિનામાં ઉત્પાદન શરૂ કરવાનું સુનિશ્ચિત કરે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય સરકારી કન્સોર્ટિયમ બેંકોએ ગુજરાતમાં મુંદ્રા ખાતે કોપર પ્રોડક્શન પ્લાન્ટ બાંધવા માટે અદાણી ગ્રુપને રૂ. 6,071 કરોડની લોન આપવા માટે સંમતિ આપી છે. આ કોપર ઉત્પાદન પ્લાન્ટમાંથી દર વર્ષે 10 લાખ ટન કોપરનું ઉત્પાદન થવાનું છે.
એક અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ રિફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. વર્ષ 2024માં આ પ્લાન્ટમાંથી ઉત્પાદન શરૂ થશે. નોંધનીય છે કે તાજેતરમાં ગૌતમ અદાણીએ તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે તેમણે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન પર લઘુત્તમ વ્યાજ દર વધારીને 755 ટકા કરી દીધો છે. નવા દરો બુધવાર, 15 જૂનથી અમલમાં આવી ગયા છે. ગયા અઠવાડિયે ભારતીય સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ, SBI દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાના નિર્ણય બાદ ઘણી બેંકોએ તેમના વ્યાજ દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ રેપો રેટ વધારીને 490 ટકા કરવામાં આવ્યો હતો. આ પહેલા મે મહિનામાં પણ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
રીફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ કોનર રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના..
કચ્છ કોપર લિ. અદાણી પોર્ટફોલિઓના સામગ્રી, ધાતુઓ અને ખનનનો એક ભાગ હશે, અદાણી એન્ટરપ્રાઈઝ લિના સમગ્ર ESG માળખા આધારીત ઉત્પાદન અને બનાવવાની પ્રકિયાના બેન્ચમાર્ક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની કંપની ESG મજબૂત ફિલોસોફી ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિ. ની 100 ટકા પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ ની સ્થાપના કોપર બિઝનેસ સંબંધિત કોપર કેથોડ્સ અને તાંબાના સળીયા અને સંલગ્ન ઉત્પાદન જેવી કામગીરી હાથ ધરવાના હેતુથી કરવામાં આવી હતી. કચ્છ કોપર લિ. બે તબક્કા માં વાર્ષિક 10 લાખ મેટ્રિક ટન રીફાઈન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીન ફિલ્ડ કોનર રીફાઈનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યું છે..