Adani Port: અદાણી પોર્ટખાતે સૌ પ્રથમવાર LNG સંચાલિત કન્ટેનર જહાજ પહોંચ્યું
• અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે ડોક થયેલ પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સંચાલિત કન્ટેનર જહાજ.
• ઉપરોક્ત વેસલ સર્વિસ ભારતીય ઉપખંડને ચીન સાથે જોડે છે.
• LNG-સંચાલિત જહાજો સ્વચ્છ અનેપર્યાવરણ અનુરૂપ વિકલ્પ પ્રદાન કરે છે.
Adani Port અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા ફરી એકવાર ઐતિહાસીક ક્ષણનેં શાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર LNGસંચાલિત કન્ટેનર જહાજ, CMA CGM ફોર્ટ ડાયમન્ટ, અદાણી પોર્ટ સ્થિત કન્ટેનર ટર્મિનલ-CT4 ખાતે આવી પહોંચ્યું છે. આ નોંધપાત્ર ઘટના માત્ર મુન્દ્રા પોર્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઈલસ્ટોન સમાન છે.
CMA CGM ફોર્ટ ડાયમન્ટ જહાજ, જેની લંબાઈ 268 મીટર અને 43 મીટર બીમ છે, ગત એક માસથી જ દરિયાઈ સેવાઓમાં કાર્યરત આ જહાજ 7,000કન્ટેનરોની ક્ષમતા અને LNG-સંચાલિત જહાજોની શ્રેણીમાં ત્રીજું છે. કંપની દ્વારા CIMEX2K/ AS-1 સર્વિસમાં આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે (ભારત તરફથી CMA CGM પ્રતિષ્ઠિત સર્વિસ માની એક), આ સર્વિસ ભારતીય ઉપ-ખંડને ચીન સાથે જોડે છે. જહાજને આગમન પર જ બર્થ કરવામાં આવ્યું હતું તે ઉતમ શિપિંગ અને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ સર્વિસ આપવાઅદાણી પોર્ટની પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ વધુ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સાથે ગ્રાહકોને સેવા આપવાની દક્ષતાપણ દર્શાવે છે.
સૌ પ્રથમ LNG-સંચાલિત જહાજMV CMA CGM ફોર્ટ ડાયમન્ટનીમુંદ્રા પોર્ટ પરની યાત્રાને
પોર્ટે ગર્વથીઉષ્માભેર આવકારી હતી.મુંદ્રા પોર્ટ ખાતે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટીના જહાજ સહજતાથી લંગારી શકે છે.દર અઠવાડિયે મેઇનલાઇનર જહાજોની આવાગમન સાથે વૈશ્વિક કનેક્ટિવિટી અને કન્ટેનર ટ્રાફિકને હેન્ડલ કરવા માટે જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કન્ટેનર હબ બનવા પામ્યું છે. આ પોર્ટ રેલ અને રોડ દ્વારા રાજ્યના ધોરીમાર્ગો અને રેલ કોરિડોર દ્વારા તેના અંતરિયાળ વિસ્તારોમાં સારી રીતે જોડાયેલું છે ઉપરાંત સુવર્ણ ચતુર્ભુજની DFC રેખાઓ સાથે સીધું જોડાયેલું છે.
લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંચાલિત જહાજ તેનાઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવાની ક્ષમતાને કારણે શિપિંગ ઉદ્યોગમાંપસંદગીના ઇંધણ તરીકે સ્થાન મેળવી રહ્યું છે.તે પરંપરાગત દરિયાઇ ઇંધણની તુલનામાં પર્યાવરણને સુસંગત વિકલ્પ છે.
ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અગાઉ સૌથી મોટા કન્ટેનર જહાજ MSC Annaલાાંગરીને એક રેકોર્ડ બનાવ્યો હતો. MSC Anna 26 મેના રોજ મુદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાાં આવ્યું હતુ.ભારતના સૌથી વ્યસ્ત બંદરોમાંનુ એક મુંદ્રા ખાતેAPL રેફલ્સ લાંગરવામાં આવેલું સૌથી મોટું જહાજ હતું.