Ahmedabad Airport QCFI 5S Certificate: અમદાવાદ એરપોર્ટને મળ્યું પ્રતિષ્ઠિત QCFI 5S પ્રમાણપત્ર, દેશમાં પ્રથમ સ્થાન
Ahmedabad Airport QCFI 5S Certificate: અમદાવાદ શહેર માટે ગર્વની વાત છે! સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) ને પ્રતિષ્ઠિત QCFI 5S પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જેના થકી તે ભારતનું પહેલું એવું એરપોર્ટ બન્યું છે જેને આ માન્યતા મળી છે.
આ સિદ્ધિ એનો પુરાવો છે કે SVPI એરપોર્ટ પોતાની કાર્યપ્રણાલી , સલામતી અને સફાઈમાં સતત સુધારાઓ દ્વારા કાર્યક્ષમતા તરફ અડગ છે.
શું છે QCFI 5S પ્રમાણપત્ર?
QCFI (Quality Circle Forum of India) દ્વારા આપવામાં આવતું 5S પ્રમાણપત્ર એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ધોરણ છે, જે કાર્યસ્થળની વ્યવસ્થિતતા, સફાઈ, અને કાર્યક્ષમતા પર આધારિત છે. 5Sનો અર્થ છે:
Seiri (છાંટણી)
Seiton (વ્યવસ્થિત ગોઠવણી)
Seiso (સફાઈ)
Seiketsu (માનકીકરણ)
Shitsuke (શિસ્ત)
આ પદ્ધતિઓ કાર્યસ્થળને વધુ વ્યવસ્થિત, સ્વચ્છ અને સલામત બનાવે છે, જેનો સીધો લાભ કર્મચારીઓ તેમજ ગ્રાહકોને મળે છે.
લીન મેનેજમેન્ટ દ્વારા સફળતા
SVPI એરપોર્ટ દ્વારા અપનાવવામાં આવેલા લીન મેનેજમેન્ટ પદ્ધતિઓએ બનાવ્યું છે કે એ દરેક પ્રક્રિયા વધુ અસરકારક બને અને મુસાફરોને વધુ સારું અનુભવ મળે. આ સિદ્ધિથી માત્ર એરપોર્ટની કામગીરી સુધરી છે, પણ સમગ્ર પ્રવાસી અનુભવ વધુ સુગમ બન્યો છે.
નવીનતા અને ટકાઉ વિકાસ તરફ આગળ
અમદાવાદ એરપોર્ટ વૈશ્વિક ધોરણો તરફ આગળ વધતું એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે. સંચાલનકર્તા કંપનીની પ્રતિબદ્ધતા અને કાર્યમાં પારદર્શિતા દ્વારા ભારતના અન્ય એરપોર્ટ માટે પણ આ એક માઈલસ્ટોનરૂપ દાખલો બની શકે છે.