Ahmedabad news : Paytm ના નામે કરોડોની છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો, 500 લોકો ઠગાયા, 6 આરોપી ઝડપાયા
Ahmedabad news : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે Paytm સાઉન્ડ બોક્સના બહાને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 500 કરતાં વધુ દુકાનદારોને ઠગી, જેનાથી અંદાજે 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
ગેંગ કેવી રીતે કામ કરતી હતી?
આ આરોપીઓ દુકાનદારો પાસે જતા, પોતાને Paytm અધિકારી તરીકે ઓળખાવતા અને Paytm સાઉન્ડ બોક્સ મફતમાં અપડેટ કરવાની લાલચ આપતા. આ બહાને તેઓ દુકાનદારોના મોબાઇલ હથિયાવી, તેમની બેંકિંગ માહિતી મેળવી અને તેમની સાથે મોટાપાયે છેતરપિંડી કરતાં.
500 લોકોને બનાવ્યા શિકાર
પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ 10થી વધુ શહેરોમાં 500 લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. છેતરપિંડી દ્વારા મેળવેલા પૈસા ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતા હતા.
સાયબર ક્રાઈમની કાર્યવાહિ
‘આ મામલે અમદાવાદના વાસણા વિસ્તારના રહેવાસી જયેશભાઈ દેસાઈની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ એક વૃદ્ધના બેંક એકાઉન્ટમાંથી 5.99 લાખ રૂપિયા ખસેડી લીધા હતા. આ કેસમાં પોલીસએ ગેંગના મુખ્ય સૂત્રધાર બ્રિજેશ પટેલ સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
કયા આરોપીઓનો સમાવેશ થાય છે?
બ્રિજેશ પટેલ – આ ગેંગનો મુખ્ય સૂત્રધાર, પૂર્વ Paytm કર્મચારી.
ગોવિંદ ખટીક – B.Comના તૃતીય વર્ષનો વિદ્યાર્થી, મશીનરી ફેક્ટરીમાં કામ કરતો હતો.
પરાગ મિસ્ત્રી – બેંકમાં સોફ્ટવેર એન્જિનિયર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ એકત્ર કરવાનો કામ કરતો.
રાકેશ પટેલ – ITI કરેલ, દુકાનદારો પર નજર રાખવાનો કામ કરતો.
ડિલક્સ સૂથર – ગેરકાયદેસર ગેમિંગ સાઇટ્સ પર નકલી એકાઉન્ટ બનાવતો અને પૈસાનું સંચાલન કરતો.
પ્રીતમ સુથર – પૂર્વ Paytm કર્મચારી, જેના પર અગાઉ હત્યા અને હુમલાના 10થી વધુ કેસ નોંધાયેલા છે.
આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને સાયબર ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની પછળની પ્રવૃત્તિઓ અને નેટવર્કને ખંગાળી રહી છે.