Ahmedabad : ઓલિમ્પિક 2036 માટે ‘વિઝન 2036’ હેઠળ શહેરના વિકાસની મહત્ત્વાકાંક્ષી યોજના
ઓલિમ્પિક 2036 માટે ‘વિઝન 2036’ અને ‘વિકસીત ભારત 2047’ના માપદંડોને આધારે અમદાવાદનું વૈશ્વિક સ્તરે ડેવલપમેન્ટ થશે
ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ અને બ્યુટીફિકેશન જેવા ક્ષેત્રોમાં ત્રણ સ્ટેજમાં મહત્ત્વાકાંક્ષી આયોજન કરવામાં આવશે
Ahmedabad : 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદ શહેરનું ‘વિઝન 2036’ અને ‘વિકસીત ભારત 2047’ના માપદંડોને આધારે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મિશનમાં શહેરી અવકાશ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ, અને બ્યુટિફિકેશન જેવા મહત્ત્વના ક્ષેત્રોને આધુનિક બનાવવાના પ્રયત્નો કરાશે.
પ્રથમ સ્ટેજ:
શહેરની હાલની પરિસ્થિતિ, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, તેમજ પુરવઠા અને માંગનો તફાવત સમજી પ્રાથમિક ડેટા એકઠો કરવામાં આવશે.
બીજો સ્ટેજ:
2036 અને 2047ના મિશનના માપદંડો આધારે વિવિધ સ્ટેકહોલ્ડર્સની સલાહ સાથે ડિટેઈલ્ડ માર્ગદર્શન તૈયાર થશે.
ત્રીજો સ્ટેજ:
એએમસીની જરૂરિયાત અને નાણાકીય ભંડોળ પ્રમાણે શહેરી વિકાસ માટે સંપૂર્ણ ‘વિઝન ડોક્યુમેન્ટ’ તૈયાર થશે.
આ યોજનામાં ક્લાયમેટ ચેન્જ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ નેટવર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન, હેલ્થ કેર અને એજ્યુકેશન જેવી મહત્વની બાબતો પર વિશેષ ધ્યાન આપીને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે અમદાવાદને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
2036 સુધી શહેરનું રૂપાંતર અમદાવાદને ગ્લોબલ માપદંડ પર લઇ જવાનું મુખ્ય લક્ષ્ય છે.